નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુને બૉલીવુડનો સપોર્ટ
માધુરી દીક્ષિત નેને અને દિયા મિર્ઝા
કોરોના વાઇરસને જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. આ માટે બૉલીવુડ સેલિબ્રિટીઝે પણ લોકોને એને ટેકો આપવાની વાત કહી છે
કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ માર્ગ શોધી કાઢે છે અને કાયર બહાનાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી તમારા નિર્ણયાત્મક વિચારો અને ફેંસલાઓ માટે ખૂબ-ખૂબ આભાર. આ કટોકટીના સમયે ન માત્ર આપણા દેશમાં પરંતુ પૂરા વિશ્વને તમારા જેવા નેતાની સખત જરૂર છે. અમે બધા પણ અમારી ફરજ નિભાવીશું.
- અનુપમ ખેર
ADVERTISEMENT
હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા જનતા કર્ફ્યુને પૂરી રીતે ટેકો આપુ છું. આવી કપરી સ્થિતિમાં આપણે સૌએ સાથે મળીને યોગ્ય પગલાં લેવાં જોઈએ. આ અણધારી આફત આપણા પર તૂટી પડી છે. એકતાની તાકાત દેખાડતાં ઘરમાં રહીને આપણે સલામત રહી શકીશું.
- કમલ હાસન
આ કંઈ નૉનસેન્સ જેવી બાબત નથી. આ એક માસ્ટર સ્ટ્રોક છે એ દેખાડવાનો કે અમે તમામ ભારતીયો આ સ્થિતિમાં એક છીએ.
- શબાના આઝમી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રવિવારે જનતા કર્ફ્યુ પહેલને જોતાં રવિવારે બાવીસ માર્ચે સવારે ૭ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી ઘરે રહો. સાથે જ તમારા ઘરની બારીમાંથી અને બાલ્કનીમાંથી એ અનસન્ગ હીરોઝને પ્રોત્સાહન આપજો જે આપણી સલામતી માટે અથાક મહેનત કરી રહ્યા છે અને આપણને વિવિધ પ્રકારે સેવાઓ આપી રહ્યા છે.
- રાજકુમાર હીરાણી
નરેન્દ્ર મોદી સરની સ્પીચ ખાતરી આપનારી અને આશા આપનારી છે. આ સ્થિતિમાં યુદ્ધના ધોરણે જે પણ કામ કરી રહ્યા છે તેમના પ્રતિ દિલથી આભાર વ્યક્ત કરું છું. તેઓ આપણી સલામતી માટે બલિદાન આપી રહ્યા છે. એથી આપણે સૌએ ઘરમાં રહેવું જોઈએ. જવાબદાર બનો અને સલામત રહો. આપણે સાથે છીએ અને આ સ્થિતિમાંથી જલદી બહાર આવી જઈશું.
- સુનીલ શેટ્ટી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પ્રશંસનીય પહેલ શરૂ કરવામાં આવી છે. રવિવારે બાવીસ માર્ચે સવારે ૭ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી બધા સાથે મળીને જનતા કર્ફ્યુને ટેકો આપીએ. પૂરા વિશ્વને દેખાડીએ કે આ કટોકટીની ઘડીમાં અમે બધા સાથે છીએ.
- અક્ષયકુમાર
તમામ ભારતીયોને નમસ્કાર. થોડા સમય પહેલાં આપણા પીએમ સાબ મોદીજીએ આપણને અપીલ કરી છે કે કોરોના વાઇરસને જોતાં સૌકોઈ સંયમ અને સંકલ્પ દેખાડે. ૨૨ માર્ચે ઘરમાં રહીને આપણે જનતા કર્ફ્યુને ટેકો આપીએ. સલામત રહો.
- અજય દેવગન
આ મુશ્કેલ ઘડીમાં આપણે સૌ સાથે મળીને એક સારા નાગરિકની જવાબદારી ભજવીએ. ભીડવાળાં સ્થાનોમાં જતાં બચવું જોઈએ, ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓએ ઘરમાં જ રહેવું જોઈએ. પોતાની અને અન્યોની પણ કાળજી રાખો.
- માધુરી દીક્ષિત નેને
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યુનું દિલથી સ્વાગત કરીએ છીએ. આ જ ખરો સમય છે અને એથી આ બીમારીને માત આપવા માટે આપણે એકતા દેખાડવાનો સમય આવી ગયો છે. અને હા, હેલ્થ વર્કર્સની કામગીરીને દિલથી સલામ છે જે આ વાઇરસનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
- દિયા મિર્ઝા
માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ માર્ચે સવારે ૭ વાગ્યાથી માંડીને રાતે ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. સાથે જ શક્ય હોય તો લોકોએ પણ ઘરેથી કામ કરવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટન્સ અપનાવવું જોઈએ. આગામી બે અઠવાડિયાં સુધી ૬૦થી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ ઘરમાં રહેવુ જોઈએ. એક દેશ તરીકે આ પહેલને અપનાવીએ.
- રિતેશ દેશમુખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ માર્ચે સવારે ૭ વાગ્યાથી માંડીને રાતે ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુને પાળવામાં આવે એવી હું આશા રાખું છું અને કામના કરું છું. આ જ એક માર્ગ છે કે કોરોનાનો સામનો કરી શકીશું. આપણા દેશ અને આપણી જાતની સલામતી રાખવી જોઈએ.
- પ્રીતિ ઝિન્ટા
દરેકને વિનંતી કરું છું કે બાવીસ માર્ચે સવારે ૭ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું પાલન કરવામાં આવે. ચાલો આપણે સૌ સાથે મળીને એનો સામનો કરીએ.
- રૅપર બાદશાહ
હાલની સ્થિતિમાં અમે બધા દેશની સાથે છીએ. અન્ય વસ્તુઓ કરતાં પહેલાં નેશન આવે છે. સાથે મળીને ગીત ગાઈને આપણી જાતને સ્ટ્રૉન્ગ બનાવીએ. નરેન્દ્ર મોદી સર અમે તમારી સાથે છીએ.
- સિંગર ગુરુ રંધાવા

