રિચા અને અલીએ દિલ્હીમાં પારંપરિક ઢબે લગ્ન કરી લીધાં હતાં
રિચા ચડ્ડા અને અલી ફઝલ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે મુંબઈમાં આપેલા ગ્રૅન્ડ રિસેપ્શનમાં બૉલીવુડ ઊમટી પડ્યું હતું. રિચાએ મલ્ટિકલર ગાઉન પહેર્યું હતું તો અલીએ સૂટ પહેર્યો હતો. બન્નેએ ખૂબ ડાન્સ પણ કર્યો હતો. તેમને શુભેચ્છા આપવા અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. વિકી કૌશલ, હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યાં હતાં. રિચા અને અલીએ દિલ્હીમાં પારંપરિક ઢબે લગ્ન કરી લીધાં હતાં. તેઓ ઘણા સમયથી રિલેશનમાં હતાં. એકમેકના બની જવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.