Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કર્યાં ફહાદ અહમદ સાથે લગ્ન

બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કર્યાં ફહાદ અહમદ સાથે લગ્ન

16 February, 2023 06:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્વરાએ પોતાના ઑફિશિયલ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. લગભગ બે મિનિટના આ વીડિયોમાં અનેક વાર ફહાદ અહમદ અને સ્વરા ભાસ્કર એકસાથે દેખાય છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


સ્વરાએ પોતાના ઑફિશિયલ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. લગભગ બે મિનિટના આ વીડિયોમાં અનેક વાર ફહાદ અહમદ અને સ્વરા ભાસ્કર એકસાથે દેખાય છે.


સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા અને મુંબઈ TISSના પૂર્વ જનરલ સેક્રેટરી ફહાદ અહમનને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. હવે સ્વરા ભાસ્કરે એક વીડિયો શૅર કરીને પોતાની વેડિંગ ન્યૂઝ રિવીલ કરી અને સાથે જ પોતાની લવસ્ટોરી વિશે બધાને જણાવ્યું.



વીડિયોમાં બન્નેની પહેલી સેલ્ફી, એકબીજાને પ્રેમાળ નજરે જોવું, પુસ્તકો ભેટમાં આપવી જેવી અનેક તસવીરો દેખાય છે. વીડિયોના અંતે દેખાય છે કે તેમણે 6 જાન્યુઆરીના રોજ કૉર્ટમાં લગ્ન માટે દસ્તાવેજ જમા કરાવ્યા હતા.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)


2019માં થઈ હતી પહેલી મુલાકાત
સ્વરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે તેણે એક પોસ્ટ દ્વારા ફહાદ સાથેની પોતાની મુલાકાત અને લવ સ્ટોરી વિશે ઘણું બધું જણાવ્યું છે. બન્ને પહેલી વાર 2019માં એક પ્રોટેસ્ટ દરમિયાન મળ્યા હતા. જેના પછી તેમની વચ્ચે વાતચીત વધી અને ફહાદે સ્વરાને પોતાની બહેનના લગ્નમાં પણ બોલાવી હતી પણ શૂટમાં વ્યસ્ત હોવાને કારણે સ્વરા આ લગ્નમાં જઈ શકી નહોતી, જો કે તેણે પ્રોમિસ કર્યું હતું કે ફહાદના લગ્નમાં ચોક્કસ સામેલ થશે. ત્યારે કોને ખબર હતી કે એક દિવસ તે પોતે જ ફહાદની દુલ્હન બનશે.

આ પણ વાંચો : એક જ ફિલ્મમાં નવ પાત્ર ભજવશે સ્વરા ભાસ્કર

બન્નેએ કર્યા કૉર્ટ મેરેજ
હાય ફંક્શન કે ઘોંઘાટ નહીં પણ સ્વરાએ ખૂબ જ સાદગીથી સિમ્પલ અંદાજમાં કૉર્ટ મેરેજ કર્યા છે. એક તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે જેમાં સ્વરાએ મરૂન સાડી પહેરી, ટીલડી અને ગળામાં વરમાળા સાથે દેખાય છે. તેણે ફહાદનો હાથ પકડ્યો છે. તો ફહાદ સફેદ કુર્તો મરૂન જેકેટમાં દેખાય છે. બન્નેએ 6 જાન્યુઆરીના રોજ કૉર્ટમાં દસ્તાવેજ જમા કરાવ્યા હતા. જણાવવાનું કે બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સામાજિક મુદ્દાઓ સાથે પણ જોડાયેલી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK