Shamita Shettyએ ઉજવ્યો 42મો જન્મદિવસ, આવો રહ્યો તેનો ફિલ્મી પ્રવાસ
શમિતા શેટ્ટી
એક્ટ્રેસ શમિતા શેટ્ટી મંગળવારે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. શમિતાનો જન્મ 2 ફેબ્રુઆરી 1979ના રોજ મેંગ્લોરમાં થયો હતો. શમિતા શેટ્ટી બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની નાની બહેન છે. તે પોતાની બહેન શિલ્પા શેટ્ટીની જેમ ફિલ્મી દુનિયામાં ઓળખાણ બનાવી શકી નથી. પરંતુ તેમણે પોતાના 20 વર્ષના કરિયરમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આ વાત અલગ છે કે તેનું ફિલ્મી કરિયર વધારે લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં. ત્યાર બાદ તેણે ફેશન ડિઝાઈનિંગ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ તરફ પગલું ભર્યું.
જણાવી દઈએ કે શમિતાને બાળપણથી જ ફૅશનનો શોખ હતો અને પોતાનું ગ્રેજ્યુએશન બાદ તેણે મુંબઈ એસએનડીટી કૉલેજથી ફૅશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેણે પ્રખ્યાત ફૅશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે કામ કર્યું. ત્યાર બાદ તેમણે વર્ષ 2000માં આદિત્ય ચોપડાની ફિલ્મ મહોબ્બતેંથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં કામ કરવા માટે તેને ડેબ્યૂ ઑફ ધ યરનો એવૉર્ડ મળ્યો હતો.
ADVERTISEMENT
આ ફિલ્મમાં શમિતા શેટ્ટીએ બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ અભિનેત્રીએ ફિલ્મ Zeher, બેવફા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં એક્ટિંગ માટે શમિતાના ઘણા વખાણ થયા હતા. એક્ટિંગ કરિયરમાં સફળ ન થયા પછી શમિતા શેટ્ટીએ લંડન સેન્ટ્રલ માર્ટિન્સ એન્ડ ઈન્ચબાલ્ડ સ્કૂલ ઑફ ડિઝાઈન ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કૉર્સ કરવા ચાલી ગઈ. ત્યાર બાદ તેણે ચંદીગઢના 'લૉસિસ સ્પા' અને મુંબઈના 'રૉયલ્ટી ક્લબ'ને ડિઝાઈન કરી છે.
શમિતા શેટ્ટીએ ફિલ્મો સિવાય ટીવી શૉઝમાં પણ કામ કર્યું છે. શમિતા 'બિગ-બૉસ' સીઝન 8માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. ત્યાર બાદ તે ડાન્સિંગ શૉ 'ઝલક દિખલા જા'માં પણ નજર આવી હતી. હાલમાં જ તેણે ફિલ્મી દુનિયામાં પાછી ફરી છે, તે ઝી5ની વેબ-સીરીઝ 'બ્લેક વિડોઝ'માં નજર આવી હતી.

