Happy Birthday Madhubala: જાણો સૌથી મોંઘી અભિનેત્રી વિશેની આ ખાસ વાતો
મધુબાલા
હિન્દી સિનેમાની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933ના રોજ મુંબઈમાં થયો હતો. મધુબાલા પોતાના અભિનય સિવાય સુંદરતાને કારણે પણ જાણીતી હતી. તે 50ના દાયકાની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાંથી એક હતી. મધુબાલાની ગણતરી હિન્દી સિનેમામાં આજે પણ મોટી અભિનેત્રીઓમાં થાય છે. જન્મદિવસના ખાસ અવસરે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી ખાસ બાબતોથી પરિચય કરાવીશું.
મધુબાલાનું અસલી નામ બેગમ મુમતાઝ જહાં દેહલવી હતું. તેમના પિતા અતઉલ્લાહ ખાન અને માતા આયેશા બેગમ હતી. મધુબાલાને બાળપણથી જ ગીત-સંગીત અને અભિનયનો શોખ હતો. આ જ કારણ હતું કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. મધુબાલાએ 14 વર્ષની ઉંમરમાં ફિલ્મ બસંતમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 1942 માં આવી હતી.
ADVERTISEMENT
મુખ્ય અભિનેત્રી તરીકે મધુબાલાએ વર્ષ 1947માં ફિલ્મ નીલ કમલથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. તે જમાનામાં મધુબાલાના અભિનય અને સુંદરતાના દીવાના ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં હતા. તેમને હૉલીવુડમાંથી પણ ફિલ્મોના ઑફર આવવા લાગી હતી, પરંતુ મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાને ત્યાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
મધુબાલાએ 20 વર્ષના પોતાના ફિલ્મ કરિયરમાં 70થી વધારે ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોનું દિલ જીતી લીધું હતું. લાલ દુપટ્ટા, રેલ કા ડબ્બા, અમર, મુગલે-આઝમ, હાફ ટિકટ અને કાલા પાની સહિત મધુબાલાએ હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યું હતું. તેમ જ ફિલ્મો સિવાય મધુબાલા પોતાના અંગત જીવનને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર સાથે તેમની લવ-સ્ટોરી પણ જગ-જાહેર રહી હતી.
1951ની ફિલ્મ 'તરાના'ની શૂટિંગ દરમિયાન દિલીપ કુમાર અને મધુબાલા એકબીજાની નજીક આવી ગયા હતા. સાત વર્ષ સુધી બન્ને રિલેશનશિપમાં રહ્યા પણ એક ગેરસમજના કારણે તેમના સંબંધો તૂટી ગયા હતા. એવું કહેવામાં આવે છે કે મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનને કારણે દિલીપ કુમાર અને મધુબાલાનો સંબંધ તૂટી ગયો હતો. દિલીપ અને મધુબાલા એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. મધુબાલાના પિતાને તેમના સંબંધોને વાંધો નહોતો, પરંતુ લગ્ન માટે તેમણે એક શરત રાખી હતી, જેને દિલીપ કુમારે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
મધુબાલાના પિતા એક પ્રોડક્શન કંપની ચલાવતા હતા. તેઓ ઈચ્છતા હતા કે લગ્ન બાદ દિલીપ કુમાર અને મધુબાલા તેમની જ ફિલ્મોમાં કામ કરે જેના માટે દિલીપ કુમાર તૈયાર નહોતા. આ દરમિયાન મધુબાલા અને દિલીપ કુમારે મુગલ-એ-આઝમની શૂટિંગ કરી, પરંતુ શૂટિંગ પૂરું થયા ત્યાં સુધી બન્ને અજાણ્યા થઈ ચૂક્યા હતા. પોતાની બાયોગ્રાફીમાં એક તબક્કે દિલીપ કુમારે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે મુગલ-એ-આઝમના પ્રોડક્શન દરમિયાન જ અમારી વાતચીત બંધ થઈ ગઈ હતી. ફિલ્મના આ ક્લાસિકલ દૃશ્ય, જેમાં અમારા હોંઠ વચ્ચે પંખ આવી જાય થે, કે ફિલ્માંકન સમયે અમારી બોલચાલ સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી હતી. અને આવી રીતે પ્યાર કિયા તો ડરના ક્યાનો નારો આપનારી આ જોડીની મહોબ્બત અધૂરી રહી ગઈ.