Bollywood actress Divya Seth Daughter: શાહરુખ અભિનેત્રીને પોતાનો અભિનય ગુરુ કહે છે, જ્યારે સુષ્માએ કિંગ ખાન સાથે ‘કભી ખુશી કભી ગમ’ માં કામ કર્યું છે.
મિહિકા, સુષ્મા સેઠ અને દિવ્ય સેઠ શાહ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
બૉલિવૂડ વર્લ્ડથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડ અભિનેત્રી દિવ્યા શેઠ શાહની (Bollywood actress Divya Seth Daughter) દીકરી મિહિકા શાહનું મોત થયું છે. મિહિકાએ નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. મિહિકાની માતાએ પોતે આ દુઃખદ સમાચાર વિશે માહિતી આપી હતી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મિહિકાનું અચાનક મૃત્યુ થયું હતું. પાંચ ઑગસ્ટના રોજ તેને તાવ આવ્યો અને સ્ટ્રોક આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. તેના આ અચાનક મોતથી પરિવાર હજુ પણ આઘાતમાં છે. જેથી શાહ પરિવારે આઠમી ઓગસ્ટના રોજ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે.
અભિનેત્રી દિવ્યા શાહે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતા જેમાં તેણે દીકરી મિહિકાની (Bollywood actress Divya Seth Daughter) પ્રાર્થના સભાની માહિતી આપી હતી. આ પોસ્ટમાં મિહિકાએ પાંચ ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા લખ્યું. જો કે, તેના મૃત્યુ પાછળનું કારણ તાવ અને સ્ટ્રોક હોવાનું કહેવાય છે. મિહિકાની પ્રાર્થના સભા આઠ ઑગસ્ટ ગુરુવારે સાંજે ચારથી છ દરમિયાન રાખવામાં આવી છે. પરિવાર સહિત તમામ નજીકના લોકો સિંધ કોલોની ક્લબ હાઉસ ખાતે ભેગા થશે. પોસ્ટના અંતે દિવ્યા અને તેના પતિ સિદ્ધાર્થ શાહના નામ લખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
(તસવીર સૌજન્ય: સેલબ્સ સોશિયલ મીડિયા)
ફિલ્મ જગત તેમજ ચાહકો અને પરિચિતો માટે આ ઘટના ખૂબ જ આઘાતજનક છે. અભિનેત્રીની નજીકના લોકો પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે અને પૂછે છે કે આ બધું ક્યારે થયું? 29 જુલાઈએ જ દિવ્યાએ દીકરી મિહિકા અને માતા સુષ્મા સેઠ (Bollywood actress Divya Seth Daughter) સાથેનો ફોટો શૅર કર્યો હતો. જ્યાં ત્રણેય ખુશીથી પોઝ આપતા જોવા મળ્યા હતા. ફોટો શૅર કરીને દિવ્યાએ લખ્યું હતું- DNA જ એકમાત્ર સત્ય છે. બાકી બધું ખૂબ મહેનતનું છે. માતૃત્વ માટે આભાર. આ પછી અભિનેત્રીએ ચાર દિવસ પહેલા પરિવાર સાથેનો એક હેપ્પી ફોટો પોસ્ટ કર્યો હતો. આવી સ્થિતિમાં, લોકો માટે એ સમજવું મુશ્કેલ થઈ ગયું છે કે મિહિકાને અચાનક એવું શું થયું કે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
દિવ્યા શાહ સેઠ બૉલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેની માતા સુષ્મા સેઠ પણ એક લેજન્ડ અભિનેત્રી છે. માતા અને પુત્રી બંનેના શાહરુખ ખાન (Bollywood actress Divya Seth Daughter) સાથે ગાઢ સંબંધ છે. શાહરુખ દિવ્યાને પોતાનો અભિનય ગુરુ કહે છે, જ્યારે સુષ્માએ કિંગ ખાન સાથે ‘કભી ખુશી કભી ગમ’ માં કામ કર્યું છે. શાહરુખે દિવ્યા સાથેનો એક ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા, જેણે મને એક્ટિંગ શીખવી... ખરાબની ગણતરી ન કરો, બધી સારી સ્ક્રિપ્ટ તેના ઉપદેશોથી પ્રેરિત છે. દિવ્યા અને શાહરુખ એનએસડીમાં એક્ટિંગનો અભ્યાસ કથા હતા તે સમયથી મિત્રો છે.