Disha Pataniની બિકિની તસવીર વાઈરલ, બે કલાકમાં મળ્યા 13 લાખ વ્યૂઝ
દિશા પટણી. તસવીર સૌજન્ય - જાગરણ
ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીની બિકિની તસવીર સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે અને તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિટનેસ ફ્રીક દિશા હંમેશા ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે. દિશાએ હવે યેલો બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી છે, જેને બે કલાકમાં 13 લાખથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ ફોટોમાં દિશા સમુદ્રની વચ્ચે એક સર્ફ બોર્ડ પર ઉભી નજર આવી રહી છે અને તેના હાથમાં એક લાકડી છે. દિશાએ આ તસવીર સાથે લખ્યું છે - એક્વામેનવાળી ફીલિંગ આવી રહી છે. તસવીરમાં દિશાનું પરફેક્ટ નજર આવી રહ્યું છે. દિશાની ફોટો પર તમામ ફૅન્સે કમેન્ટમાં આગની ઈમોજી બનાવીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. દિશાની એક તગડી ફૅન ફૉલોઈંગ છે, જે તેને નેશનલ ક્રશ કહે છે.
ADVERTISEMENT
દિશા હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશનની તસવીરો પોસ્ટ કરતી રહે છે. દિશાના કરિયરની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં તે મલંગમાં આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશાએ ફીમેલ લીડ રોલ ભજવ્યો હતો. અનિલ કપૂર પણ એક મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. આવતા વર્ષે દિશા સલમાન ખાન સાથે રાધે:યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈમાં જોવા મળશે.
View this post on Instagram
સલમાન ખાને 27 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઈ શકે છે. સલમાન ખાન સાથે દિશા ભારત ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.
View this post on Instagram
દિશા, ટાઈગર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેમના પરિવાર સાથે તે ફરવા પણ જાય છે. જોકે બન્નેએ ક્યારેય તેમના સંબંધો પર જાહેરમાં વાત કરી નહોતી. દિશાએ ટાઈગર સાથે બાગી 2માં ફીમેલ લીડ રોલ ભજવ્યો હતો. બાગી 3ના એક ગીતમાં તેણે સ્પેશિયલ રજૂઆત કરી હતી.
દિશાએ એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં ક્રિકેટરની ગર્લફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો, જેની એક અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ સાથે દિશાની સારી બૉન્ડિંગ છે અને તેઓ હંમેશાં એક બીજાના ફોટોઝ પર કમેન્ટ કરે છે.

