દીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન
દીપિકા પાદુકોણ
બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તાજેતરમાં જ ફૅન્સ વચ્ચે ભીડમાં ફસાઈ ગઈ હતી. આવું પહેલીવાર નથી થયું, જ્યારે પોતાના મનપસંદ સેલિબ્રિટીની એક ઝલક મેળવવા અથવા તેમની સાથે હાથ મિલાવવા માટે ફૅન્સ પાગલ થઈ જાય છે. પરંતુ કેટલીકવાર ફૅન્સની આવી હરકત સેલેબ્સ માટે મુશ્કેલીઓ ઉભી કરી દે છે. આવું જ કંઈક દીપિકા પાદુકોણ સાથે પણ થયું છે. દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભીડથી ઘેરાયેલી જોવા મળી રહી છે. ભીડમાં પોતાને ખરાબ રીતે ઘેરાયેલી જોઈને દીપિકા ગભરાઈ ગઈ હતી. એટલું જ નહીં આ દરમિયાન તેની બેગ પણ છીનવાઈ ગઈ હતી.
View this post on Instagram
ADVERTISEMENT
દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ફૅન્સ વચ્ચે ઘેરાયેલી નજર આવી રહી છે. હકીકતમાં આ ઘટના તેની સાથે ત્યારે ઘટી જ્યારે તે શૂટિંગને પૂર્ણ કરીને નજીકની રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચી હતી. આ સમય દરમિયાન જ્યારે તેને રેસ્ટોરન્ટની બહાર આવતા જોઈને ન ફક્ક પાપારાઝી અને ફેન્સે ઘેરી લીધા પરંતુ ટિશ્યૂ વહેંચનારી કેટલીક મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી. તે મહિલાઓ દીપિકાને ટિશ્યૂ ખરીદવા માટે વિનંતી કરવા લાગી હતી. એટલું જ નહીં એક્ટ્રેસની કાર રેસ્ટોરન્ટની સામે ઉભી હતી પરંતુ કાર સુધી પહોંચવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી. જ્યારે તે પોતાની કામ તરફ આગળ વધવા લાગી ત્યારે ભીડમાં કોઈએ તેની હેન્ડબેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દીપિકાએ પોતાની બેગ આગળ ખેંચી લીધી હતી. દીપિકાનો આ વીડિયો પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફ વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ટૂંક સમયમાં જ કબીર ખાનની ફિલ્મ '83'માં નજર આવવાની છે. આ ફિલ્મ 1983માં ભારતની પહેલી ક્રિકેટ વર્લ્ડ કપ જીતની વાર્તા પર બની રહી છે. ફિલ્મમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી છે. તેમ જ દીપિકાએ રોમી ભાટિયાનો રોલ ભજવ્યો છે, જે કપિલ દેવની પત્ની છે.

