આ બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. આ બન્નેનાં લગ્ન ૨૦૦૫માં થયાં હતાં. તેમને બે બાળકો પણ છે.
ફરદીન ખાન
ફરદીન ખાન વાઇફ નતાશા માધવાણી સાથે ડિવૉર્સ લેશે એવી ચર્ચા ચાલી રહી છે. આ બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. આ બન્નેનાં લગ્ન ૨૦૦૫માં થયાં હતાં. તેમને બે બાળકો પણ છે. બન્ને વચ્ચે થયેલા મતભેદનો ઉકેલ નથી આવ્યો અને તેમણે અલગ થવાનું નક્કી કર્યું છે. જોકે બન્નેમાંથી કોઈએ આ મુદ્દા પર કાંઈ જણાવ્યું નથી. ફરદીન મુંબઈમાં રહે છે અને નતાશા લંડનમાં રહે છે. ફરદીનના ડૅડી ફિરોઝ ખાન છે અને મુમતાઝની દીકરી છે નતાશા.