સામાન્ય લોકો ઉપરાંત કોરોના વાઈરસ ફિલ્મી સ્ટાર્સને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. અત્યાર સુધી બૉલીવુડ અને ટીવીના સ્ટાર્સ આ ખતરનાક વાઈરસની ચપેટમાં આવી ગયા છે. હવે બૉલીવુડના પ્રખ્યાત અને દિગ્ગજ એક્ટર આશુતોષ રાણા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે.
આશુતોષ રાણા
સામાન્ય લોકો ઉપરાંત કોરોના વાઈરસ ફિલ્મી સ્ટાર્સને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. અત્યાર સુધી બૉલીવુડ અને ટીવીના સ્ટાર્સ આ ખતરનાક વાઈરસની ચપેટમાં આવી ગયા છે. હવે બૉલીવુડના પ્રખ્યાત અને દિગ્ગજ એક્ટર આશુતોષ રાણા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. થોડા દિવસ પહેલા તેમણે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ પણ લીધો હતો. તેમ છતાં આ વાઈરસના ચપેટમાં આશુતોષ રાણા આવી ગયા છે.
કોરોના વાઈરસથી સંક્રમિત થવાની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં આશુતોષ રાણા હસતા નજર આવી રહ્યા છે. આ તસવીરને શૅર કરતા તેમણે પોતે કોરોના વાઈરસથી સંક્રમિત થવા વિશે જણાવ્યું છે. આશુતોષ રાણાએ પોતાની આ તસવીર પોતાના ઑફિશ્યિલ ફેસબુક અકાઉન્ટ પર શૅર કરી છે.
ADVERTISEMENT
દિગ્ગજ એક્ટર આશુતોષ રાણાએ શૅર કરેલી પોસ્ટમાં લખ્યું, `મેં મારા આખા કુટુંબનો કોરોના વાઈરસ ટેસ્ટ કરાવ્યો છે, જેનો રિપોર્ટ કાલે આવશે.` 7 એપ્રિલ બાદ પોતાના સંપર્કમાં આવેલા તમામ મિત્રો, શુભેચ્છકો, ચાહકોને નિવેદન છે કે તેઓ પણ નિર્ભય બનીને તપાસ કરાવે. નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ સાથે હું મહાદેવ શિવ અને માતેશ્વરી પાર્વતીને પ્રાર્થના કરું છું કે તમને બધાને સ્વસ્થ, પ્રસન્ન, સુખી, સુરક્ષિત રાખીને દીર્ધાયુષ્ય પ્રદાન કરે, જેથી આપણું જીવન માત્ર સફળ જ નહીં, પણ સાર્થક પણ બની શકે.
સોશિયલ મીડિયા પર આશુતોષ રાણાની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે. ફૅન્સ અને સોશિયલ મીડિયા યૂઝર્સ તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. નોંધનીય છે કે 6 એપ્રિલે આશુતોષ રાણાએ પત્ની અભિનેત્રી રેણુકા શહાણે સાથે કોરોનાનો પહેલો ડોઝ લીધો હતો. આ વાતની જાણકારી રેણુકા શહાણે પોતાના ઑફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર શૅર કરીને આપી હતી.

