બૉબી દેઓલનું કહેવું છે કે તે પહેલાં ખૂબ જ ઇમ્મૅચ્યોર હતો. ૯૦ના દાયકામાં તેને ચૉકલેટ બૉય તરીકે ઓળખવામાં આવતો હતો.
બોબી દેઓલ
બૉબી દેઓલનું કહેવું છે કે તે પહેલાં ખૂબ જ ઇમ્મૅચ્યોર હતો. ૯૦ના દાયકામાં તેને ચૉકલેટ બૉય તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે ‘આશ્રમ’ બાદ તેની કરીઅરમાં વળાંક આવ્યો છે. ત્યાર બાદ તેને ‘ક્લાસ ઑફ 83’માં પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને ‘ઍનિમલ’માં કામ કર્યા બાદ તેનું સ્ટારડમ ખૂબ જ જોરશોરમાં ઉપર ઊઠ્યું છે. તે હવે સોશ્યલ મીડિયા પર લૉર્ડ બૉબી બની ગયો છે. પહેલાંના સમય વિશે વાત કરતાં બૉબી દેઓલે કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે મને હમણાં એવું લાગે છે કે હું ઍક્ટર બન્યો છું. હું ખૂબ જ શીખ્યો છું. ૯૦ના દાયકામાં હું ઇમ્મૅચ્યોર હતો. મેં ‘કરીબ’માં જ્યારે કામ કર્યું હતું ત્યારે કાશ આજે છું એટલો મૅચ્યોર હોત. એવું હોત તો મેં ઍક્ટર તરીકે એમાં વધુ સારું કામ કર્યું હોત. મારા માટે એ ફિલ્મ પણ સ્પેશ્યલ હતી.’