‘અનુપમા’ માટે જાણીતી રૂપાલીએ આ જ વર્ષે ભારતીય જનતા પાર્ટીને જૉઇન કરી છે
ફાઇલ તસવીર
રૂપાલી ગાંગુલીએ હાલમાં જ મમતા બૅનરજીને વિનંતી કરી છે કે વેસ્ટ બેન્ગૉલમાં સામાનની અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવતી ઘોડાગાડી પર બૅન મૂકવામાં આવે. ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ અને ‘અનુપમા’ માટે જાણીતી રૂપાલીએ આ જ વર્ષે ભારતીય જનતા પાર્ટીને જૉઇન કરી છે. તે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ ઇન્ડિયાની સપોર્ટર પણ છે. વેસ્ટ બેન્ગૉલમાં છેલ્લા થોડા મહિનામાં રસ્તા પર આઠથી વધુ ઘોડાઓ મૃત્યુ પામ્યા છે. આ દરેક ઘોડાને પૂરતો ખોરાક આપવામાં નહોતો આવતો અને તેમની પાસેથી વધુ કામ કરાવવામાં આવતું હતું. આ વિશે મમતા બૅનરજીને લખેલા લેટરમાં રૂપાલીએ કહ્યું હતું કે ‘સામાન માટે જે ઘોડાગાડીનો ઉપયોગ કરવામાં આવે છે એને બંધ કરવું જોઈએ, કારણ કે એનાથી પબ્લિકને પણ રિસ્ક રહે છે અને ટ્રાફિક જૅમ પણ થાય છે. ઘોડા અને માણસોને પણ ઘણી વાર ઈજા થાય છે. જે પણ ઘોડાને સિરિયસ ઇન્જરી થઈ હોય એને છૂટા કરી દેવામાં આવે છે અને એની કાળજી કોઈ નથી લેતું. આથી હું એને બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું.’

