Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખની ‘ડંકી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ચાહર ચૌધરી?

શાહરુખની ‘ડંકી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ચાહર ચૌધરી?

Published : 14 February, 2023 03:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની ડેટ્સ ફાઇનલ થયા બાદ તેનું માત્ર મુંબઈનું શેડ્યુલ રહેવાનું છે. ‘

પ્રિયંકા ચાહર ચૌધરી

પ્રિયંકા ચાહર ચૌધરી


‘બિગ બૉસ 16’નો ખિતાબ પ્રિયંકા ચાહર ચૌધરીને ભલે ન મળ્યો હોય પરંતુ બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો તેનો માર્ગ મોકળો થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે તે શાહરુખ ખાનની ‘ડંકી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. એવી શક્યતા છે કે પ્રિયંકાને આ ફિલ્મમાં નાની પરંતુ અગત્યની ભૂમિકા ઑફર કરવામાં આવી છે. શો એમસી સ્ટૅન જીતી ગયો છે અને તેની જીતથી પ્રિયંકા ખુશ છે. એવું કહેવાય છે કે આ વર્ષે એપ્રિલ કાં તો મેમાં તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તેની ડેટ્સ ફાઇનલ થયા બાદ તેનું માત્ર મુંબઈનું શેડ્યુલ રહેવાનું છે. ‘બિગ બૉસ 16’ના ઘરમાં આટલા દિવસો રહ્યા બાદ માઇન્ડ ફ્રેશ કરવા માટે તે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરવાની છે. એવું કહી શકાય કે ભલે પ્રિયંકાના માથે જીતનો તાજ નથી સજ્યો પરંતુ આ શોના કારણે તેને કાંઈક ખાસ અને મોટું કહી શકાય એવું ઇનામ એટલે કે ‘ડંકી’ જેવી ફિલ્મ મળી છે એ ખૂબ મોટી બાબત છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK