Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...
Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...
Bigg Boss 14ના ઘરમાંથી બહાર આવ્યા પછી રાખી સાવંતને જબરજસ્ત ફેમ મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર રાખી સાવંતના ચાહકોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે રાખી સાવંત કોઇકને કોઇક કારણસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને રાખી સાવંતની હરકતો ખૂબ જ પસંદ આવી રહી છે. હવે રાખી સાવંતે કહ્યું હતું કે જાવેદ અખ્તર તેની બાયોપિક બનાવવા માગે છે. જાણો આ વાતમાં કેટલી હકીકત છે અને કેમ આવું બન્યું?
તાજેતરમાં જ રાખી સાવંતે દાવો કર્યો હતો કે જાવેદ અખ્તર તેના જીવન પર બાયોપિક બનાવવાના છે. આ નિવેદન આપીને રાખી સાવંતે બધાંને ચોંકાવી દીધા બતા. રાખી સાવંતની બાયોપિકના સમાચાર સાંભળીને ડ્રામા ક્વીનના ચાહકો ખુશ જોવા મળ્યા તો કેટલાક લોકો એવા પણ હતા જે રાખી સાવંતને ખોટી કહી રહ્યા હતા. આ દરમિયાન હવે જાવેદ અખ્તરે પોતે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
જાવેદ અખ્તરે આ વાતનો ખુલાસો કહ્યો છે કે રાખી સાવંતના દાવામાં કેટલી હકીકત છે. એન્ટરટેઇન્મેન્ટ વેબ પોર્ટલ સ્પૉટબૉય સાથે વાત કરતા જાવેદ અખ્તરે જણાવ્યું કે, હા આ સમાચાર સાચા છે. તેમણે રાખી સાવંતને તેની બાયોપિક બનાવવા વિશે વાત કરી હતી. 5 વર્ષ પહેલા જાવેદ અખ્તર અને રાખી સાવંત એક જ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન રાખી સાવંતે પોતાના બાળપણ વિશે જાવેદ અખ્તરને જણાવ્યું. રાખી સાવંતની વાતો સાંભળી જાવેદ અખ્તર અચંબિત હતા. તેમણે રાખી સાવંતને વાયદો કર્યો કે તેઓ રાખીના જીવન પર સ્ક્રિપ્ટ લખી શકે છે. રાખી સાવંતની બાયોપિક લખવામાં તેમને ઘણો આનંદ આવશે. જાવેદ અખ્તરના આ નિવેદનતી સ્પષ્ટ થઈ ગયું કે તે રાખી સાવંતની બાયોપિકમાં રસ ધરાવે છે. હવે આ વાત જાવેદ અખ્તર પણ જામે છે કે રાખી સાવંત ઇન્ડસ્ટ્રીનું કેટલું મોટું નામ છે. રાખી સાવંત મોટાભાગે કોઇક ને કોઇક કૉન્ટ્રૉવર્સીમાં ઘેરાયેલી રહે છે. બિગ બૉસ 14ના ઘરમાં પણ રાખી સાવંતે ઘણો વિવાદ ખડો કર્યો હતો.

