શ્રી શ્રી રવિ શંકરનો ઇન્ટરવ્યુ લેશે ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર
કોરોના વાઇરસના પ્રકોપની સામે પૉઝિટિવ કેવી રીતે રહેવું એ માટે લોકોને મદદ કરવા માટે ભૂમિ પેડણેકર આજે સાંજે તેમનો ઇન્ટરવ્યુ લેશે. દુનિયાભરના ૧૫૬ દેશોમાં આર્ટ ઑફ લિવિંગ સેન્ટર ધરાવતા સ્પિરિચ્યુઅલ લીડર શ્રી શ્રી રવિ શંકર સાથે લૉકડાઉનમાં મેન્ટલ હેલ્થ પર શું અસર પડે છે અને એ દરમ્યાન કેવી રીતે પૉઝિટિવ રહેવું એ વિશે વાતચીત કરશે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘આ મુશ્કેલ ઘડીમાં આપણે આપણી પોતાની જાત વિશે પણ વિચારવું જોઈએ. આ મુશ્કેલીમાં આપણી ચિંતાઓને દૂર કરવા આપણે આપણી સ્પિરિચ્યુઅલ સાઇડ પર પણ પ્રકાશ પાડવો જોઈએ. આર્ટ ઑફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિ શંકરે ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેમની સાથે ચર્ચા કરવાનો હેતુ આ મુશ્કેલીમાં આપણે કેવી રીતે પૉઝિટિવ રહી શકીએ છીએ. આ લૉકડાઉનમાં મેન્ટલ હેલ્થની કાળજી રાખવી એ ખૂબ જ મોટી ચૅલેન્જ છે અને એથી જ હું ગુરુદેવને આ વિશે પૂછીશ.’
ભૂમિ ઘણા સમયથી ક્લાઇમેટ વૉરિયર કૅમ્પેન ચલાવે છે. તે આ વિશે પણ શ્રી શ્રી રવિ શંકર સાથે વાત કરતી જોવા મળશે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું ક્લાઇમેટ ચેન્જ વિશે પણ ગુરુદેવ સાથે ચર્ચા કરીશ અને એ વિશે તેમનો પોઇન્ટ-ઑફ-વ્યુ જાણવાની કોશિશ કરીશ. કોરોના વાઇરસ બાદ આપણે કેવી રીતે ક્લાઇમેટ ચેન્જ પર ફોકસ કરીશું એ પણ જરૂરી છે. આ ડિસ્કશન દ્વારા એક જવાબદાર નાગરિક કેવી રીતે બનવું એ વિશે વધુ માહિતી મેળવી શકીશ અને મારા જેવા અન્ય માટે પણ એ મહત્ત્વનું સાબિત થાય એવી આશા છે.’