મરાઠા મંદિર અને બાંદરાના ગેઇટી-ગૅલૅક્સીના મનોજ દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં ‘ભૂલભુલૈયા 3’ એકાદ અઠવાડિયું પાછી ઠેલાઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી એને પગલે આ વાત ચર્ચાસ્પદ બની હતી.
ગઈ કાલે જયપુરના રાજમંદિર સિનેમામાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવાના પ્રસંગે ડિરેક્ટર અનીસ બઝમી, તૃપ્તિ ડિમરી, કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને રાજપાલ યાદવ.
ભૂલભુલૈયા 3ના ટ્રેલર-લૉન્ચ વખતે હીરો-હિરોઇને એકમેકની ટાંગ ખેંચી, બચપન સે મૈં કાર્તિક કી ફૅન હૂં: તૃપ્તિ ડિમરી, મૈં ઇનકી ફિલ્મેં બચપન સે દેખ રહા હૂં: કાર્તિક
કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન, માધુરી દીિક્ષત, રાજપાલ યાદવને ચમકાવતી ‘ભૂલભુલૈયા 3’નું ટ્રેલર ગઈ કાલે જયપુરના આઇકૉનિક થિયેટર રાજમંદિર સિનેમામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કાર્તિક અને તૃપ્તિ વચ્ચે રમૂજી ટિપ્પણીઓ થઈ હતી. તૃપ્તિએ આ પ્રસંગે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે બચપન સે મૈં કાર્તિક કી ફૅન હૂં. આ ટિપ્પણીને પગલે બધા હસી પડ્યા હતા. જોકે કાર્તિકે તરત જ એનો વળતો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે મૈં ઇનકી ફિલ્મેં બચપન સે દેખ રહા હૂં. બન્ને વચ્ચેની આવી ટિપ્પણીઓથી થિયેટરમાં હાજર ઑડિયન્સને મજા પડી ગઈ હતી.
દરમ્યાન, ગઈ કાલે આખો દિવસ બૉલીવુડમાં એવી ચર્ચા હતી કે અનીસ બઝમીની આ ફિલ્મ પીછેહઠ કરીને દિવાળી પર ‘સિંઘમ અગેઇન’ સામેની સ્પર્ધામાંથી ખસી જશે. મરાઠા મંદિર અને બાંદરાના ગેઇટી-ગૅલૅક્સીના મનોજ દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં ‘ભૂલભુલૈયા 3’ એકાદ અઠવાડિયું પાછી ઠેલાઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી એને પગલે આ વાત ચર્ચાસ્પદ બની હતી.

