Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બન્ને ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ફટકારી દીધી ડબલ સેન્ચુરી

બન્ને ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ફટકારી દીધી ડબલ સેન્ચુરી

Published : 12 November, 2024 08:09 AM | Modified : 12 November, 2024 08:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેકન્ડ વીક-એન્ડમાં સિંઘમ અગેઇન કરતાં આગળ નીકળી ગઈ ભૂલભુલૈયા 3

`સિંઘમ અગે‌ઇન` અને `ભૂલભુલૈયા 3` ફિલ્મનું પોસ્ટર

`સિંઘમ અગે‌ઇન` અને `ભૂલભુલૈયા 3` ફિલ્મનું પોસ્ટર


બૉક્સ-ઑફિસ પર પહેલા અઠવાડિયે ‘સિંઘમ અગે‌ઇન’ કરતાં પાછળ રહેલી ‘ભૂલભુલૈયા 3’ બીજા વીક-એન્ડમાં આગળ નીકળી ગઈ છે. બીજા અઠવાડિયાના શુક્ર-શનિ-રવિએ ભારતમાં ‘સિંઘમ અગેઇન’નું નેટ કલેક્શન ૩૮.૭૦ કરોડ રૂપિયા થયું છે, જ્યારે ‘ભૂલભુલૈયા 3’એ આ દિવસોમાં ૪૭.૯૦ કરોડ રૂપિયા રળ્યા છે. બીજા વીક-એન્ડમાં ‘સિંઘમ અગેઇન’નો શુક્રવારે ૧૦.૧૫, શનિવારે ૧૩.૭૫ અને રવિવારે ૧૪.૮૦ કરોડ રૂપિયા બિઝનેસ થયો હતો; એની સામે ‘ભૂલભુલૈયા 3’એ આ ત્રણ દિવસોમાં અનુક્રમે ૧૨.૪૦, ૧૭.૪૦ અને ૧૮.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘સિંઘમ અગેઇન’નો પહેલા અઠવાડિયાનો બિઝનેસ ૧૮૬.૬૦ કરોડ રૂપિયા હતો અને ‘ભૂલભુલૈયા 3’નો ૧૬૮.૮૬ કરોડ રૂપિયા હતો. બીજા વીક-એન્ડના અંતે એટલે કે ૧૦ દિવસ પછી ‘સિંઘન અગેઇન’નો બિઝનેસ ૨૨૫.૩૦ કરોડ રૂપિયા થયો છે અને ‘ભૂલભુલૈયા 3’નો ૨૧૬.૭૬ કરોડ box ofરૂપિયા થયો છે. ‘ભૂલભુલૈયા 3’ આ તબક્કે ‘સિંઘમ અગેઇન’ કરતાં માત્ર ૮.૫૪ કરોડ રૂપિયા પાછળ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2024 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK