પોલૅન્ડના વ્રોકલોમાં આ બેન્ચ બનાવવામાં આવી હતી
અમિતાભ બચ્ચનના જુહુના બંગલા જલસામાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનની બુક ‘મધુશાલા’ના આકારની બેન્ચ મૂકવામાં આવી છે
અમિતાભ બચ્ચનના જુહુના બંગલા જલસામાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનની બુક ‘મધુશાલા’ના આકારની બેન્ચ મૂકવામાં આવી છે. એના પર હિન્દીમાં કવિતા લખેલી દેખાય છે. પોલૅન્ડના વ્રોકલોમાં આ બેન્ચ બનાવવામાં આવી હતી. પથ્થરથી બનેલી આ બેન્ચનો વજન પણ ભારે છે. આ બેન્ચનો ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું કે ‘આ બેન્ચ ‘મધુશાલા’ના આકારમાં પોલૅન્ડના વ્રોકલોમાં પથ્થરથી બનાવવામાં આવી છે. વજનમાં ભારે આ બેન્ચ પોલૅન્ડથી વ્રોકલોના કાઉન્સલ જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી ખરીદવામાં આવી હતી. ત્યાં તેમના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડવામાં આવી છે. હવે મૉડર્ન હિન્દી લિટરેચર માટે બાબુજી-હરિવંશરાય બચ્ચન રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે વ્રોકલોને યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હવે હિન્દીની સ્ટડી માટે યુનિવર્સિટીમાં એક આખો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જે ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે.’