સમયનું યોગ્ય રીતે પાલન કરવા વિશે તેણે મોટું વર્ણન આપ્યું છે
કરણ જોહર
કરણ જોહરે સોશ્યલ મીડિયામાં પંક્ચ્યુઅલિટી પર ખૂબ મોટો પાઠ ભણાવ્યો છે. જોકે આ પોસ્ટ તેણે કોના માટે લખી છે અને શું કામ લખી છે એનો ખુલાસો નથી કર્યો. સમયનું યોગ્ય રીતે પાલન કરવા વિશે તેણે મોટું વર્ણન આપ્યું છે. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર કરણ જોહરે લખ્યું કે ‘પંક્ચ્યુઅલિટીની સૌથી સારી બાબત એ છે કે એના માટે કોઈ કુદરતી વિશેષતાની, ડિગ્રીની કે પછી પેરન્ટલ કે પછી નોકરી આપનારની મંજૂરીની જરૂર નથી હોતી. આ કોઈ કળા નથી કે આપણને એ વારસામાં મળે. એ તો સરળ શિષ્ટાચાર છે. અન્ય લોકોના સમયની કાળજી લો અને તેમને પણ માન આપો. આ સ્પષ્ટ હિસાબ છે. ૧૫ મિનિટ મોડા આવવા પર લેટ થઈ ગયું એવો અહેસાસ પણ વ્યક્ત ન કરવો અથવા તો તમે આવી ગયા બાદ કંઈક બની ગયા છો એવો દેખાડો કરવો એ ખોટું છે. મને મેસેજ કરવો કે હું ઑન માય વે છું. એનાથી તમે બચી જશો એવું જરાય નહીં માનતા. ઑન માય વે એટલે શું? તમારો અર્થ એવો છે કે તમે મારા પર કોઈ મહેરબાની કરી રહ્યા છો. આનો અર્થ સમજવો એટલો જ મુશ્કેલ છે જેટલો નોલાનની ફિલ્મ સમજવાનો છે. એનાથી પણ વધુ ખરાબ તો એ કે હું ભૂલી ગયો. શું કામ મિસ્ટર પ્રેસિડન્ટ? દેશ ચલાવવામાં તમે બિઝી છો? એમાં પણ સૌથી વધુ પૉપ્યુલર અતિશય ટ્રાફિક હતી. શું તમે ન્યુ ઝીલૅન્ડમાં રહો છો? ના આ ભારત છે. પૉપ્યુલેશનનું સ્ટેટસ જુઓ. આપણે અતિશય વસ્તીમાં રહીએ છીએ. એથી તમે એટલું તો કરી શકો છો કે જલદી ઘરેથી નીકળો. સૌથી ખરાબ તો ત્યારે લાગે છે જ્યારે તેઓ ન આવવાના હોય અને એ બાબત માફી માગતો મેસેજ પણ ન કરે. આવું તો હું જતું કરું છું, પરંતુ જે લોકો સતત આવું કરી રહ્યા છે તેમને તો હું મારા લિસ્ટમાંથી જ બહાર કાઢી નાખવાનો છું.’