Pamela Andersonએ 5મી વાર કર્યા લગ્ન, પોતાના બૉડીગાર્ડને જ આપી બેઠી દિલ
પામેલા એન્ડરસન (તસવીર સૌજન્ય - મિડ-ડે)
હૉલીવુડ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને મૉડલ પામેલા એન્ડરસન (Pamela Anderson) એકવાર ફરીથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેણે પાંચમી વાર લગ્ન કર્યા છે. ખાસ વાત એ છે કે પામેલા એન્ડરસને આ પાંચમાં લગ્ન પોતાના બૉડીગાર્ડ ડેન હેહર્સ્ટ સાથે કર્યા છે. આ વાતની જાણકારી તેણે પોતે આપી છે. પામેલા એન્ડરસન બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ બેવૉચમાં નજર આવી ચૂકી છે.
પામેલા એન્ડરસને તાજેતરમાં જ અંગ્રેજી વેબસાઈટ ડેઈલી મેલને ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના ફિલ્મી કરિયર સિવાય અંગત જીવન પર ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેણે પોતાના લગ્ન અને પતિ ડેન હેહર્સ્ટ વિશે વાત કરતા કહ્યું તેને લૉકડાઉન દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
પામેલા એન્ડરસને કહ્યું, હું પ્રેમમાં છું અને અમે ક્રિસમસની સાંજે લગ્ન કરી લીધા. અમને બન્નેના પરિવારજનોનો આર્શીવાદ પણ મળી ચૂક્યો છે. બધા અમેરા લગ્નને લઈને ઘણા ખુશ છે. પોતાના પાંચમાં લગ્નને લાંબા સમય સુધી ચાલવાની અપેક્ષા રાખતા પામેલા એન્ડરસને આગળ કહ્યું, 'અમે તે પ્રોપર્ટી પર લગ્ન કર્યા છે, જે મેં મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસેથી 25 વર્ષ પહેલા ખરીદી હતી. આ એ જ જગ્યા છે જ્યાં મારા માતા-પિતાએ લગ્ન કર્યા હતા અને તેઓ આજ સુધી એકસાથે છે.'
અભિનેત્રીએ આગળ કહ્યું, 'મને એવું લાગી રહ્યું છે જેમ સમય ગોળ ફરીને પાછો ત્યાં જ આવી ગયો છે. હું એ જ જગ્યા પર છું જ્યાં હું રહેવા માંગતી હતી, જે મને સાચો પ્રેમ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના રોગચાળાને કારણે પામેલા એન્ડરસન પોતાના લગ્નમાં કોઈપણ મહેમાનને આમંત્રિત કરી શકી નહીં. આ અગાઉ તેણે ગયા વર્ષે હેરડ્રેસર જૉન પીટર્સ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન ફક્ત 12 દિવસ જ ટકી શક્યા હતા.

