Bawarchi Remake : અનુશ્રી મહેતાએ કહ્યું કે, ‘આ એક પારિવારિક ફિલ્મ હશે’
ફિલ્મનું દ્રશ્ય
બૉલિવૂડના દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના (Rajesh Khanna) ભલે હવે આપણી વચ્ચે નથી, પણ તેમની ફિલ્મો અને તેમની શાનદાર અભિનય આજે પણ દર્શકોને યાદ છે. આ દરમિયાન બૉલિવૂડની યુવા નિર્માતા-નિર્દેશક અનુશ્રી મહેતા (Anushree Mehta)એ રાજેશ ખન્નાના ચાહકોને ખુશખબર આપી છે. ૫૨ વર્ષ જૂની નિર્દેશક રમેશ સિપ્પી (Ramesh Sippy) અને હૃષિકેશ મુખર્જી (Hrishikesh Mukherjee)ની સુપરહિટ ફિલ્મોની રિમેક કરશે. જેમાં રાજેશ ખન્ના, જયા બચ્ચન (Jaya Bachchan) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અભિનિત વર્ષ ૧૯૭૨માં આવેલી ફિલ્મ `બાવર્ચી` (Bawarchi)ની રિમેક (Bawarchi Remake) પણ સામેલ છે.
અનુશ્રી મહેતાએ જણાવ્યું કે, ‘બાવર્ચી’ રિમેક (Bawarchi Remake)ની સ્ક્રિપ્ટ લખી છે. આ ફિલ્મ ૨૦૨૪માં ફ્લોર પર જશે. ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે, નિર્માતા એ-લિસ્ટ સ્ટારને લૉક કરવા માંગે છે. તેઓએ આ અંગે કામ શરૂ કરી દીધું છે. હવે જોવાની બાબત એ છે કે, રાજેશ ખન્નાને રિપ્લેસ કરવા માટે કયા સ્ટાર્સનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
‘બાવર્ચી’ રિમેક બાબતે અનુશ્રી મહેતાએ કહ્યું કે, ‘મેં આ ફિલ્મની રીમેક બનાવવા માટે અબીર સેનગુપ્તા, સમીર રાજ સિપ્પી સાથે સહયોગ કર્યો છે. જ્યારે મેં તેમને કહ્યું કે હું `બાવર્ચી`ની રિમેક બનાવવાનું વિચારી રહી છું, ત્યારે તેમણે કહ્યું કે મારે રિમેક લખવી જોઈએ અને તેનું નિર્દેશન કરવું જોઈએ. અમે `બાવર્ચી`ની રિમેક બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં. તેમને વિશ્વાસ હતો કે હું તેમને ગર્વ અનુભવે તેવી રીતે વાર્તા કહી શકીશ. હું લેખક અને દિગ્દર્શક તરીકે બોર્ડમાં આવવા માટે પૂરા દિલથી સંમત છું. `બાવર્ચી`ની રિમેક સંવેદનશીલતા સાથે બનાવવામાં આવશે કારણ કે તેઓ પારિવારિક ફિલ્મ બનાવવા માગે છે. હાલમાં ફિલ્મનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે.’
તમને જણાવી દઈએ કે, ૧૯૭૨ની ‘બાવર્ચી’ ફિલ્મ ફેમિલી કોમેડી ડ્રામા હતી. આ ફિલ્મ દિગ્દર્શક તપન સિન્હાની વષ ૧૯૬૬માં આવેલી બંગાળી ફિલ્મ `ગાલ્પા હોલિયો સતી`ની રિમેક હતી.
અનુશ્રી મહેતા ૭૦ની ફેમ ક્લાસિક `બાવર્ચી`, `મિલી` (Mili) અને `કોશિશ` (Koshish) જેવી ફિલ્મોમાં કામ કરશે. તેણે ટ્વીટ કરીને ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. હવે આ વખતે તેણે અપડેટ આપ્યું છે કે તે આ બધી ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે પહેલા રાજેશ ખન્ના, જયા બચ્ચન અને અસરાનીની ફિલ્મ `બાવર્ચી`માં કામ કરશે, જેનું નિર્દેશન હૃષિકેશ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. હૃષીકેશ મુખર્જી ફીચરનું એડોપ્શન જાદુગર ફિલ્મ્સ (Jadugar Films) અને સમીર રાજ સિપ્પી પ્રોડક્શન્સ (Sameer Raj Sippy Productions) વચ્ચેના ત્રણ-ફિલ્મોના સહયોગમાંથી પ્રથમ હશે. આ પછી, તે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન સ્ટારર `મિલી` (૧૯૭૫) અને ગુલઝાર (Gulzar)ની ફિલ્મ `કોશિશ` (૧૯૭૨) જેવી એવરગ્રીન ક્લાસિક ફિલ્મોની પણ રીમેક કરશે.