‘ધ કેરલા સ્ટોરી’ની ટીમે જ બનાવી છે ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’
ફિલ્મ રિવ્યુ
`બસ્તર : ધ નક્સલ સ્ટોરી`નું પોસ્ટર
બસ્તર : ધ નક્સલ સ્ટોરી
કાસ્ટ : અદા શર્મા, ઇન્દિરા તિવારી, રાઇમા સેન, શિલ્પા શુક્લા
ADVERTISEMENT
ડિરેક્ટર : સુદીપ્તો સેન
રિવ્યુ : અઢી સ્ટાર (ઠીક, ટાઇમ પાસ)
વિપુલ અમૃતલાલ શાહની ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ‘ધ કેરલા સ્ટોરી’ની ટીમ જોવા મળી છે. સુદીપ્તો સેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી બસ્તરની છે જ્યાં નક્સલવાદીઓનો આતંક છે. એક માણસને રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ નક્સલવાદીઓ દ્વારા મારી નાખવામાં આવે છે. તેના પરિવારની સામે તેનું મૃત્યુ થાય છે. આ વ્યક્તિના દીકરાને નક્સલીઓ પોતાની સાથે લઈ જાય છે અને નક્સલવાદી બનાવે છે. બીજી તરફ તેની પત્ની નક્સલવાદીઓ સામે લડવા માટે એક ઑર્ગેનાઇઝેશનમાં જોડાઈ જાય છે. નક્સલવાદીઓનો આતંક વધુ હોવાથી પોલીસ-ઓફિસર નીરજા માધવનને ત્યાં પોસ્ટ કરવામાં આવે છે. આ પાત્ર અદા શર્માએ ભજવ્યું છે. સુપ્રીમ કોર્ટની વકીલ નીલમ નાગપાલનું પાત્ર શિલ્પા શુક્લા ભજવી રહી છે. તે સુપ્રીમ કોર્ટમાં નીરજા માધવન અને તેની ટીમ સામે કેસ કરી રહી હોય છે. તેનું કહેવું છે કે નીરજા અને તેની ટીમ નક્સલવિરોધી અભિયાન હેઠળ કેટલાક નિર્દોષ આદિવાસીઓને મારી રહી છે, તેમ જ તેઓ માનવઅધિકારને નજરઅંદાજ કરે છે. નક્સલવાદીઓને સમર્થન કરનારા લોકો પકડાઈ જતાં તેઓ સીઆરપીએફના જવાનના કૅમ્પ પર હુમલો કરે છે. આ તમામની વચ્ચે નીરજા કેવી રીતે નક્સલવાદને અટકાવે છે એના પર ફિલ્મની સ્ટોરી છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી સુદીપ્તો સેન અને અમરનાથ ઝા દ્વારા લખવામાં આવી છે. સુદીપ્તોએ આ ફિલ્મને લઈને કેટલું રિસર્ચ કર્યું છે એ પહેલા દૃશ્યથી જોઈ શકાય છે. નક્સલવાદનો જન્મ કેવી રીતે થયો એના કરતાં નક્સલવાદ હાલમાં શું કરી રહ્યો છે અને બહારના લોકો પોતાનો ફાયદો ઉઠાવવા માટે તેમને કેવી રીતે મદદ કરે છે અને ઉપયોગ કરે છે એને સુદીપ્તોએ ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. પૉલિટિક્સથી લઈને બૉલીવુડ અને આતંકી સંગઠનો કેવી રીતે મદદ કરે છે એને પણ આડકતરી રીતે દેખાડવામાં આવ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આદિવાસીઓની હોય છે એ પણ સુદીપ્તોએ દેખાડ્યું છે. સુદીપ્તોએ ઘણીબધી કમેન્ટ ન્યુઝપેપરના ક્લિપિંગ્સ દ્વારા કરી છે. આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ એના ડાયલૉગ અને રિસર્ચ છે.
પર્ફોર્મન્સ
અદા શર્મામાં પોલીસની બૉડી -લૅન્ગ્વેજ જોવા નથી મળતી.
આખરી સલામ
આ ફિલ્મની સ્ટોરી જેટલી હિંસક છે એટલાં જ હિંસક એનાં દૃશ્ય પણ છે. ઘણાં દૃશ્યને ખૂબ જ ક્રૂર દેખાડવામાં આવ્યાં છે જે ઘણા લોકો માટે ડિસ્ટર્બિંગ હોઈ શકે છે, પરંતુ સ્ટોરી પર એની અસર ખૂબ જ સારી જોવા મળી છે.