'હલાહલ'માં કામ કરીને ગર્વ અનુભવી રહ્યો છે બરુણ સોબતી
બરુણ સોબતી
ક્રાઇમ થ્રિલર ‘હલાહલ’માં કામ કરીને બરુણ સોબતીને ગર્વ થઈ રહ્યો છે. આ અગાઉ તેણે ‘અસુર: વેલકમ ટુ યૉર ડાર્ક સાઇડ’માં પણ પોતાના રોલથી સૌને ચોંકાવી દીધા હતાં. ૨૧ સપ્ટેમ્બરે ઇરોઝ નાઓ પર રિલીઝ થનાર ‘હલાહલ’માં સચિન ખેડેકર પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે બરુણ સોબતીએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ સારી રીતે લખવામાં આવી છે, જે લોકોને અપેક્ષા કરતાં પણ વધુ મનોરંજન આપશે. આ પ્રોજેક્ટમાં કામ કરીને હું અતિશય ગર્વ અનુભવી રહ્યો છું.’