‘ઇરફાન સર, તમારા વારસાને આગળ ધપાવવાને હું સન્માન અનુભવી રહ્યો છું. તમારા જેવા લેજન્ડ સાથે કામ કર્યું છે અને હવે બબિલ સાથે કામ કરીશું. આ ભગવાનની કૃપા નથી તો શું છે?’
શૂજિત સરકાર સાથે કામ કરી રહ્યો છે બબિલ
ઇરફાનનો દીકરો બબિલ શૂજિત સરકાર અને રૉની લાહિરી સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મનું નામ હજી રાખવામાં નથી આવ્યું. શૂજિત સરકાર અને રોની લાહિરીએ આ અગાઉ ૨૦૧૫માં આવેલી ‘પીકુ’ બનાવી હતી. એ ફિલ્મમાં ઇરફાન સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતી. હવે આ બન્ને પ્રોડ્યુસર બબિલને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. એની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં તો બબિલ તેની પહેલી ફિલ્મ ‘કાલા’માં તૃપ્તિ ડીમરી સાથે કામ કરી રહ્યો છે. એવામાં તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. બબિલ અને શૂજિત સરકાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૉની લાહિરીએ કૅપ્શન આપી હતી, ‘ઇરફાન સર, તમારા વારસાને આગળ ધપાવવાને હું સન્માન અનુભવી રહ્યો છું. તમારા જેવા લેજન્ડ સાથે કામ કર્યું છે અને હવે બબિલ સાથે કામ કરીશું. આ ભગવાનની કૃપા નથી તો શું છે?’

