પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બબીલે કૅપ્શન આપી હતી કે ‘મારા બ્યુટિફુલ ફ્રેન્ડ્સ, હું તમને બધાને ખૂબ મિસ કરીશ. મુંબઈમાં મારા કુલ મળીને બે-ત્રણ ફ્રેન્ડ્સ જ છે.
બાબિલ ખાન
ઇરફાનના દીકરા બબીલ ખાને ઍક્ટિંગ પર પૂરું ધ્યાન આપવા માટે આગળ સ્ટડી કરવાનું છોડી દીધું છે. તે યુકેની યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરમાં ફિલ્મનો સ્ટડી કરી રહ્યો હતો. તેની પહેલી ફિલ્મ તૃપ્તિ ડિમરી સાથેની ‘કાલા’ છે. તેણે હાલમાં જ શૂજિત સરકારની ફિલ્મ સાઇન કરી છે. તે પોતાના ફ્રેન્ડ્સને ખૂબ મિસ કરશે એવું તેનું કહેવું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બબીલે કૅપ્શન આપી હતી કે ‘મારા બ્યુટિફુલ ફ્રેન્ડ્સ, હું તમને બધાને ખૂબ મિસ કરીશ. મુંબઈમાં મારા કુલ મળીને બે-ત્રણ ફ્રેન્ડ્સ જ છે.
તમે બધાએ મને એક અજાણ્યા ઠંડા સ્થાને ઘર આપ્યું હતું અને મને એવો અનુભવ કરાવ્યો કે હું તમારો જ છું. થૅન્ક યુ. આઇ લવ યુ. ૧૨૦ ક્રેડિટ્સ સાથે ફિલ્મ બીએમાંથી આજે બહાર નીકળી ગયો છું. યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટર ગુડબાય. આઇ લવ યુ માય ટ્રુએસ્ટ ફ્રેન્ડ્સ.’

