પોતાની સાથે થયેલા ખરાબ અનુભવને ટ્વિટર પર શૅર કરતાં રાણા દગુબટ્ટીએ ટ્વીટ કર્યું હતું,
રાણા દગુબટ્ટી
રાણા દગુબટ્ટીએ ઇન્ડિગો ઍરલાઇન્સને દેશની ખરાબ ઍરલાઇન્સ કહી છે. આ ઍરલાઇન્સ સાથેનો તેનો અનુભવ ખૂબ ખરાબ થયો છે. તેનો લગેજ પણ ગુમ થઈ ગયો છે. પોતાની સાથે થયેલા ખરાબ અનુભવને ટ્વિટર પર શૅર કરતાં રાણા દગુબટ્ટીએ ટ્વીટ કર્યું હતું, ‘ભારતની સૌથી ખરાબ ઍરલાઇન્સમાંની એક છે ઇન્ડિગો ઍરલાઇન. ફ્લાઇટના ટાઇમ વિશે તેમને માહિતી નથી. લગેજ મારો ગુમ થઈ ગયો અને ટ્રૅક નથી થઈ રહ્યો. સ્ટાફને પણ એની કોઈ જાણકારી નથી. આનાથી વધુ પણ ખરાબ થઈ શકે છે.’
આ વાત ઍરલાઇન્સના ધ્યાનમાં આવતાં ઇન્ડિગોએ ટ્વીટ કર્યું કે ‘સર, તમારી બૅગ ન મળતાં તમારી અસહજતા અમે સમજી શકીએ છીએ. તમને થયેલી તકલીફ બાબત અમે માફી માગીએ છીએ. અમારી ટીમ તમારા લગેજને જેમ બને એમ વહેલાસર તમારી પાસે મોકલવાના પ્રયાસ કરી રહી છે.’