આ શુક્રવારે OTT પર ‘આઝાદ’, ‘બી હૅપી’ અને ‘ઇમર્જન્સી’ રિલીઝ થશે. ‘આઝાદ’ ૧૯૨૦ની આસપાસના સમયગાળાની વાર્તાને વણી લેવામાં આવી છે, ‘બી હૅપી’ પિતા-દીકરીના સંબંધની વાત કરે છે અને ‘ઇમર્જન્સી’માં કટોકટીના સમયમાં ઇન્દિરા ગાંધીના જીવનની ઝલક છે.
આઝાદ, બી હૅપી, ઇમર્જન્સી મૂવી પોસ્ટર્સ
આઝાદ
OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ
અજય દેવગનના ભત્રીજા અમન દેવગન તથા રવીના ટંડનની દીકરી રાશાની પહેલી ફિલ્મ ‘આઝાદ’માં આઝાદી પહેલાંના ૧૯૨૦ની આસપાસના સમયગાળાની વાર્તાને વણી લેવામાં આવી છે. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નથી મળી.
બી હૅપી
OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો
અભિષેક બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ સીધી OTT પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એક સમર્પિત સિંગલ ફાધર શિવ (અભિષેક બચ્ચન) અને તેની ઉત્સાહી દીકરી ધરા (ઇનાયત વર્મા) વચ્ચેના અતૂટ બંધનની સ્ટોરી છે. આ ફિલ્મની વાર્તામાં દીકરીના ડાન્સપ્રેમને વણી લેવામાં આવ્યો છે.
ઇમર્જન્સી
OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ
આ ફિલ્મ ૧૯૭૫માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની વાર્તા છે. જોકે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો સમગ્ર કાર્યકાળ દર્શાવ્યો છે એટલે એને બાયોપિક પણ કહી શકાય. આ ફિલ્મમાં કંગના રનૌતે દિવંગત વડાં પ્રધાનનો રોલ બહુ સારી રીતે ભજવ્યો છે.

