આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ છે. એ ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ પડી હતી. આયુષમાને પોતાને ‘આયુષવુમન’ જણાવ્યો છે.
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાને બેસ્ટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં નૉમિનેશન જોઈએ છે. તેની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પચીસ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે અનન્યા પાન્ડે, રાજપાલ યાદવ, પરેશ રાવલ, અનુ કપૂર અને અભિષેક બૅનરજી પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ છે. એ ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ પડી હતી. આયુષમાને પોતાને ‘આયુષવુમન’ જણાવ્યો છે. ફિલ્મમાં મહિલાના કૅરૅક્ટરને ભજવવા વિશે આયુષમાને કહ્યું કે ‘મારા માટે ચૅલેન્જિંગ હતું, કેમ કે અમે ૪૫ ડિગ્રીમાં શૂટિંગ કરી રહ્યા હતા. મને પૂરી રીતે શણગાર કરવામાં આવતો હતો. આવા બળબળતા તડકામાં વિગ પહેરવી એ મારા માટે એક ઍક્ટર તરીકે કસોટી હતી. મને આશા છે કે આયુષમાનની સાથે લોકોને આયુષવુમન પણ ગમશે. હું સાથે એમ પણ કહેવા માગું છું કે આ વખતની અવૉર્ડની સીઝનમાં મને બેસ્ટ ઍક્ટ્રેસની કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવે.’

