ડેટિંગ દરમ્યાન પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રહ્યાં હતાં આયુષ્માન અને તાહિરા
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપનું કહેવું છે કે તેઓ ડેટિંગના સમય દરમ્યાનથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવતાં હતાં. આજે કોરોના વાઇરસને કારણે લોકો સાથે ડિસ્ટન્સ જાળવવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ કપલ વર્ષોથી એ કરતું આવ્યું છે. તાહિરાએ એક જૂનો ફોટો શૅર કર્યો છે જેમાં તેમની વચ્ચે ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે એક જૂનો ફોટો શૅર કરી તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘ડેટિંગના પહેલા વર્ષથી અમે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં માનીએ છીએ.’

