તે પહેલી વાર હૃતિક સાથે સ્ટેજ શૅર કરતો જોવા મળશે
હૃતિક રોશન અને આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાના હવે હૃતિક રોશન સાથે યુકેમાં પર્ફોર્મ કરવાનો છે. હૃતિક યુનાઇટેડ કિંગડમમાં તેની ટૂર કરી રહ્યો છે. એમાં તેની સાથે વાણી કપૂર પણ જોડાવાની છે. યુકેના આઇકૉનિક વેમ્બ્લી સ્ટેડિયમમાં હૃતિકની સાથે આયુષમાન ખુરાના પણ જોવા મળશે. તે પહેલી વાર હૃતિક સાથે સ્ટેજ શૅર કરતો જોવા મળશે. આયુષમાને ‘પાની દા રંગ’, ‘સાડી ગલી’, ‘નઝમ નઝમ’, ‘નૈના દા ક્યા કસૂર’ અને ‘મિટ્ટી દી ખુશ્બૂ’ જેવાં ગીતો ગાયાં છે. સપ્ટેમ્બરમાં તે યુકેની બે સિટીમાં ટૂર કરશે. એના વિશે વાત કરતાં આયુષમાને કહ્યું કે ‘આશા રાખું છું કે અમે આ આઇકૉનિક સ્ટેડિયમમાં લોકોને મનોરંજન પૂરું પાડીશું અને તેમને એવો એક્સ્પીરિયન્સ આપીશું કે તેઓ ખૂબ જ લાંબા સમય સુધી યાદ રાખશે. દુનિયાભરમાં આજે કોઈ પણ ક્ષેત્રમાં ઇન્ડિયા સેન્ટર સ્ટેજ પર છે. આપણી આર્ટ્સ હવે દુનિયાભરમાં ફેમસ છે. હિન્દી સિનેમાની પૉપ્યુલારિટી દિવસે–દિવસે વધી રહી છે. એક ઇન્ડિયન તરીકે વેમ્બ્લી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવું અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યુકેના લોકો સામે પ્રસ્તુત કરવી મારા માટે ખૂબ જ મોટી વાત છે. ક્વીન, કોલ્ડપ્લે, જ્યૉર્જ માઇકલ, માઇકલ જૅક્સન જેવા ગ્લોબલ આઇકને જે જગ્યા પર પર્ફોર્મ કર્યું છે એ જગ્યા પર પર્ફોર્મ કરી રહ્યો હોવાનો મને ગર્વ છે.’