બૉક્સ-ઑફિસ પર ફિલ્મો ન ચાલી રહી હોવાથી ‘રુસલાન’ને પ્રમોટ કરવા માટે ભારતનાં આટલાં શહેરમાં જશે આયુષ શર્મા
આયુષ શર્મા
આયુષ શર્મા તેની આગામી ફિલ્મ ‘રુસલાન’ને પ્રમોટ કરવા માટે સાત દિવસમાં સાત શહેરની મુલાકાત લેશે. બૉક્સ-ઑફિસ પર હાલમાં ફિલ્મો નથી સારો દેખાવ કરી રહી. તહેવાર હોવા છતાં બે મેજર ફિલ્મોના બિઝનેસમાં ખૂબ જ ઓછો વકરો જોવા મળ્યો છે. આથી આયુષ તેની ‘રુસલાન’ને પ્રમોટ કરવા માટે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, લખનઉ, હૈદરાબાદ, નોએડા અને ઇન્દોર જશે. આ તમામ શહેરમાં તે સાત દિવસની અંદર જશે. ૨૬ એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું પ્રમોશન તે આજથી કરવાનો છે. આ વિશે આયુષ કહે છે, ‘મારા માટે ‘રુસલાન’ ફક્ત એક ઇવેન્ટ નથી, પરંતુ લોકો દરેક પ્રકારના લોકો સાથે કનેક્ટ થવાની એક તક છે. અમે અમદાવાદથી કલકત્તા સુધી ઘણાં શેહરમાં જઈશું. મારી આ ટૂરને લઈને મને દર્શકો સાથે પર્સનલ લેવલ પર કનેક્ટ કરવાની તક મળશે.’

