સુધરી જાઓ, નહીં તો હું તમને છોડીશ નહીં
જૉન એબ્રાહમ
કલકત્તામાં ટ્રેની ડૉક્ટર સાથે થયેલી ઘૃણાસ્પદ ઘટના પર જૉન એબ્રાહમનો પણ આક્રોશ ફૂટી નીકળ્યો છે. દેશભરમાં એ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. અગાઉ જૉન કહી ચૂક્યો હતો કે ભારતમાં મહિલાઓ, બાળકો અને પશુઓ સલામત નથી. જૉને છોકરાઓને વર્તન સુધારવાની સલાહ આપી છે. એ વિશે જૉન કહે છે, ‘હું છોકરાઓને કહેવા માગું છું કે સુધરી જાઓ, નહીં તો હું તમને છોડીશ નહીં. પ્રામાણિકપણે કહું તો છોકરાઓનો ઉછેર સારી રીતે થવો જોઈએ. છોકરીઓને હું કાંઈ નહીં કહું, કારણ કે તેમની કોઈ ભૂલ નથી. પેરન્ટ્સે તેમના છોકરાઓને સારું વર્તન કરવાનું કહેવું જોઈએ.’