શાહરુખને ‘જવાન’માં ડિરેક્ટ કરવા વિશે તેણે આવું કહ્યું
ઍટલી
ઍટલીનું કહેવું છે કે તે વર્ષોથી જે સપનું જોતો હતો એ તેણે પૂરું કર્યું છે. તેણે શાહરુખ ખાનને ‘જવાન’માં ડિરેક્ટ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ, નયનતારા, પ્રિયમણિ અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. આ વિશે શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘સરરરરરર... માસસસસસસ. તમે અદ્ભુત છો. દરેક વસ્તુ માટે તમારો આભાર અને એ વાતની પણ ખાતરી રાખજો કે એ. કે. મીર અને પ્રિયા પણ તેમના ઇન્પુટ આપે.’
આ ટ્વીટનો જવાબ આપતાં ઍટલીએ ટ્વીટ કર્યું કે ‘કિંગની સ્ટોરી વાંચવાની સાથે તેની સાથે રિયલમાં કામ કરવાનું અદ્ભુત છે ચીફ. મેં જે સપનું હંમેશાંથી જોયું હતું એને હું આજે જીવી રહ્યો છું. હું તમારો ખૂબ જ આભાર માનું છું, કારણ કે આ ફિલ્મે મને પણ મારી લિમિટ બહાર કામ કરવા પ્રેરિત કર્યો છે. આ ફિલ્મ દરમ્યાન મને ઘણાં લેસન મળ્યાં છે. સિનેમા પ્રત્યેનું તમારું પૅશન અને ફિલ્મમાં તમે જે મહેનત કરો છે એને મેં છેલ્લાં ત્રણ વર્ષમાં જોયું છે. આ ખૂબ જ પ્રેરિત કરનારું છે. આ તો બસ, શરૂઆત છે સર. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. ફિલ્મની ટીમના દરેક માણસ તરફથી હું તમારો આભાર માનું છું કે તમે અમને તક આપી. ભગવાન મારા પર ખૂબ જ મહેરબાન છે. હું દરેકનો આભાર માનું છું.’ શાહરુખ ખાને વિજ્ઞેશ શિવનને કહ્યું છે કે તે હવે નયનતારાથી બચીને રહે, કારણ કે તે ‘જવાન’ માટે ઘણાં પંચ અને કિક મારતાં શીખી છે.
ADVERTISEMENT
બૅન્ક-અકાઉન્ટ ખોલાવવા માટે ઍસિડ અટૅક સર્વાઇવરે મદદ માગી શાહરુખ ખાનની
શાહરુખ ખાનની મદદ એક ઍસિડ અટૅક સર્વાઇવરે બૅન્ક-અકાઉન્ટ ખોલવા માટે માગી છે. પ્રજ્ઞા પ્રસૂન નામની એક ઍસિડ અટૅક સર્વાઇવરની આંખના પલકારા ન થતા હોવાથી તેનું કેવાયસી નહોતું થઈ રહ્યું. આથી તેને બૅન્ક-અકાઉન્ટ ખોલવા માટે ના પાડી દેવામાં આવી હતી. તે એક નૉર્મલ વ્યક્તિની જેમ જીવવા માગે છે અને તેની બચત માટે અકાઉન્ટ ખોલાવવા માગે છે. બાયોમેટ્રિક તેની આંખોની ઇમ્પ્રેશન ન લઈ શકતું હોવાથી તેનું અકાઉન્ટ ખૂલી શકે એમ નથી. આથી પ્રજ્ઞાએ ટ્વીટ કરીને શાહરુખ ખાન અને તેના મીર ફાઉન્ડેશનની મદદ માગી છે. મીર ફાઉન્ડેશન ઍસિડ અટૅક સર્વાઇવરની દરેક રીતે મદદ કરે છે.