તેનાં લગ્ન જાન્યુઆરીમાં ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે થયાં છે
અથિયા શેટ્ટીએ ગઈ કાલે સિબલિંગ ડે નિમિત્તે તેના ભાઈ અહાન શેટ્ટી સાથેનો ફોટો શૅર કર્યો હતો.
અથિયા શેટ્ટીએ ગઈ કાલે સિબલિંગ ડે નિમિત્તે તેના ભાઈ અહાન શેટ્ટી સાથેનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટો અથિયાનાં લગ્ન વખતનો છે. એ ફોટોમાં બન્નેના ચહેરા નથી દેખાતા, માત્ર તેમની પીઠ દેખાય છે. અથિયાનો હાથ પકડીને અહાન ચાલી રહ્યો છે. અથિયા દુલ્હનના આઉટફિટમાં છે. તેનાં લગ્ન જાન્યુઆરીમાં ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે થયાં છે. અહાન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અથિયાએ કૅપ્શન આપી હતી, મને હંમેશાં માર્ગ દેખાડે છે.