કે. એલ. રાહુલની લીવ બીસીસીઆઇએ કરી અપ્રૂવ
અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલ
અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલ જાન્યુઆરીમાં લગ્ન કરવાનાં છે. તેમનાં લગ્નની વાત છાશવારે ચાલતી રહે છે, પરંતુ હવે એના પર મહોર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કે. એલ. રાહુલની છુટ્ટી અપ્રૂવ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે તેઓ બહુ જલદી લગ્ન કરશે. લગ્નની તારીખ નક્કી થઈ જાય ત્યાર બાદ દરેકને એ વિશે જણાવવામાં આવશે. જોકે હવે એ નક્કી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. કે. એલ. રાહુલે ૨૦૨૩ની જાન્યુઆરીના પહેલા અઠવાડિયા માટે છુટ્ટી માગી છે અને એ અપ્રૂવ થઈ ગઈ છે. આ વાત સોશ્યલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગઈ છે. આથી લોકો કે. એલ. રાહુલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેઓ તેની નવી ઇનિંગ માટે પણ તેને અગાઉથી શુભેચ્છા આપી રહ્યા છે. જોકે તેમનાં લગ્નની ઑફિશ્યલ જાહેરાત ક્યારે થશે એ હવે જોવું રહ્યું.