રેણુકા શહાણે અને તેમના બન્ને દીકરા શૌર્યમાન અને સત્યેન્દ્રનો કોરોના વાયરસનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. બધાએ પોતાને ઘરે જ આઇસોલેટ કરી લીધું છે અને બધી જ સાવચેતીઓ રાખી રહ્યા છે.
રેણુકા શહાણે (ફાઇલ ફોટો)
કોરોના મહામારીની ચપેટમાં બૉલિવૂડ અને ટેલીવિઝન જગતના અનેક કલાકારો આવી ચૂક્યા છે. આમાં અભિનેતા આશુતોષ રાણા પણ સામેલ છે. હવે સમાચાર છે કે આ બીમારી તેમના પરિવારજનોને પણ થઈ ગઈ છે. આ દરમિયાન રેણુકા શહાણે અને તેમના બન્ને બાળકો પણ કોરોના મહામારીની ચપેટમાં આવી ગયા છે.
કોરોના મહામારીની બીજી લહેર આખા દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે માહિતી મળી રહી છે કે રેણુકા શહાણે અને તેમના બન્ને દીકરા શૌર્યમાન અને સત્યેન્દ્રનો કોરોના વાયરસનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. બધાએ પોતાને ઘરે જ આઇસોલેટ કરી લીધું છે અને બધી જ સાવચેતીઓ રાખી રહ્યા છે. રેણુકા શૌર્યમાન અને સત્યેન્દ્રનો કોરોના રિપૉર્ટ શનિવારે સાંજે આવ્યો છે. થોડાંક દિવસો પહેલા રેણુકાના પતિ આશુતોષ રાણાએ જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.
ADVERTISEMENT
આશુતોષ રાણાએ લખ્યું હતું, "આ જગતજનનીની વિશેષ અનુકંપા છે કે મને આજે સ્થાપનના દિવસે ખબર પડી કે હું કોરોનાગ્રસ્ત થઈ ગયો છું, હું અત્યારે જ આ સંક્રમણથી મુક્ત થવા માટે આઇસોલેટ થઈ ગયો છું, મને પરમપૂજ્ય ગુરુગેવ દદ્દાજીની કૃપા પર અખંડ વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ. મેં મારા આખા પરિવારનો ટેસ્ટ પણ કરાવી લીધો છે જેનો રિપૉર્ટ કાલે આવી જશે. પણ 7 એપ્રિલ પછી મારા સંપર્કમાં આવેલા દરેક મિત્રો, શુભચિંકો અને ચાહકોને નિવેદન છે કે તે પણ નિર્ભયતાથી પોતાનો ટેસ્ટ કરાવે."
આ પહેલા બૉલિવૂડના અનેક કલાકાર કોરોના મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાં રણબીર કપૂર, આમિર ખાન, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી જેવા નામ સામેલ છે. તાજેતરમાં જ અર્જુન રામપાલ અને સમીરા રેડ્ડીનો પણ કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

