અભિનેત્રીઓનું માનવું છે કે તેમને હવે મા અને દાદીના પાત્ર ઑફર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
આશા પારેખ (ફાઈલ તસવીર)
એક જમાનાનાં જાણીતાં અદાકારાઓ તનુજા અને આશા પારેખ (Asha Parekh) આમ તો પોતાના સમયમાં આપેલી હિટ ફિલ્મો માટે જાણીતાં છે. બન્નેની ચર્ચા તેમના પાત્રો માટે કરવામાં આવે છે. પણ આજે જે વાત માટે અભિનેત્રીઓ ચર્ચામાં છે તે તેનું કારણ તેમણે આપેલું નિવેદન છે. પોતાના આ નિવેદનમાં આ વખતે આશા પારેખે સ્પષ્ટતાથી પોતાની વાત રજૂ કરી છે કે કેવી રીતે આજના જમાનામાં તેમને માટે મુખ્ય ભૂમિકાઓ કોઈ લખતું જ નથી. અભિનેત્રીઓનું માનવું છે કે તેમને હવે મા અને દાદીના પાત્ર ઑફર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
આશા પારેખ બૉલિવૂડની હાલથી સ્થિતિથી ખૂબ જ નાખુશ છે. આ વાતનો અંદાજો તેમણે આપેલ લેટેસ્ટ ઈન્ટરવ્યૂ પરથી આવી જાય છે. અભિનેત્રીએ કહ્યું કે, "આજે મિસ્ટર અમિતાભ બચ્ચન માટે લોકો આ ઊંમરમાં પણ ભૂમિકાઓ લખી રહ્યા છે. લોકો અમારે માટે ભૂમિકાઓ કેમ નથી લખી રહ્યા? અમને પણ કેટલીક એવી ભૂમિકાઓ મળવી જોઈએ જે ફિલ્મ માટે મહત્વપૂર્ણ હોય. પણ એવું નથી થઈ રહ્યું. કાં તો અમને મા, દાદીની ભૂમિકાઓ ઑફરર કરવામાં આવે છે અથવા બહેનની, પણ પ્રશ્ન એ છે કે તે ભૂમિકાઓમાં કોને રસ છે?"
ADVERTISEMENT
આશા પારેખે પોતાની વાત આગળ વધારતા કહ્યું, "અમારા જમાનામાં મહિલાઓના લગ્ન થતાં જ તેમનું કરિઅર ખતમ એવું માનવામાં આવતું. પણ, હવે એવું નથી. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 કે 55 વર્ષના કોઈને હીરોનું 20-20 વર્ષના બાળકો સાથે કામ કરવું સ્વીકારી શકાય છે, તો અમારું કેમ નહીં?"
આશા પારેખના આ નિવેદન સાથે સહેમતિ દર્શાવતા તનુજાએ પણ તેમની વાતમાં હામી ભરી અને કહ્યું કે, "તેમણે ઉદ્યોગમાં પોતાને માટે જગ્યા બનાવી અને મહિલાઓને સલાહ પણ આપી. તેમણે કહ્યું, "આ સમય મહિલાઓ માટે એ સમજવું જરૂરી છે અને પોતાને એ કહેવું જરૂરી છે કે યૂ આર પૉસિબલ." તમે પોતાને એ નહીં કહી શકતા કે આઈ એમ ઇમ્પૉસિબલ."
આ પણ વાંચો : Mumbaiમાં ખુલ્યો ભારતનો પ્રથમ Apple Store, ટિમ કૂકે કર્યુ ગ્રાહકોનું સ્વાગત
જણાવવાનું કે, 80 વર્ષના થઈ ચૂકેલા અમિતાભ બચ્ચન હજી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપર એક્ટિવ છે. ગયા વર્ષે તેમની પાંચ ફિલ્મો રિલીઝ થઈ હતી. આ બધી ફિલ્મોમાં અભિનેતા મહત્વની ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મોમાં `બ્રહ્માસ્ત્ર`, `ઝુંડ`, `રણવે 34`, `ઊંચાઈ` અને `ગુડ બાય` હતી.

