પ્રભાસનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેના ફૅન્સે તેનું વિશાળ કટ-આઉટ બનાવીને સેલિબ્રેશન કર્યું હતું.
પ્રભાસ પ્રત્યે ફૅન્સનો રેકૉર્ડબ્રેક પ્રેમ
પ્રભાસનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેના ફૅન્સે તેનું વિશાળ કટ-આઉટ બનાવીને સેલિબ્રેશન કર્યું હતું. ૨૩૦ ફુટનું આ કટ-આઉટ રેકૉર્ડબ્રેક છે. તેનું આ કટ-આઉટ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું છે. આ પોસ્ટર તેની ફિલ્મનું છે. પ્રભાસની દીવાનગી ચરમસીમાએ છે એથી પ્રભાસ પણ ખુશ થયો છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સે તેની આગામી ફિલ્મ ‘સાલાર ઃ પાર્ટ 1 - સીઝફાયર’ના તેના કૅરૅક્ટરનું સ્પેશ્યલ ઇમોજી લૉન્ચ કર્યું હતું. પ્રભાસની આ ફિલ્મ બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થશે.