આર્યન શાહરૂખ ખાનને પીણાની કોમર્શિયલ માટે નિર્દેશિત કરી રહ્યો છે, પિતા સાથે તેનો ત્રીજો સહયોગ દર્શાવે છે.
આર્યન ખાન, શાહરૂખ ખાન
આર્યન ખાન તેના પપ્પા શાહરુખને ત્રીજી વાર ડિરેક્ટ કરી રહ્યો છે. આર્યન બૉલીવુડમાં તેની વેબ-સિરીઝ ‘સ્ટારડમ’થી કદમ મૂકવાનો છે. બૉલીવુડ પર જ આધારિત આ સિરીઝમાં શાહરુખનો નાનકડો રોલ છે એના માટે દીકરા આર્યને ડૅડીને ડિરેક્શન આપ્યું છે. ત્યાર બાદ આર્યને પોતાની ક્લોધિંગ બ્રૅન્ડ માટેની ઍડ માટે શાહરુખને ડિરેક્શન આપ્યું છે અને હવે તેણે પપ્પાને એક સૉફ્ટ ડ્રિન્કની ઍડ માટે ડિરેક્ટ કર્યા છે.
આ નવી ઍડનું શૂટિંગ યશરાજ સ્ટુડિયોઝમાં ગઈ કાલે થયું હતું અને આજે પણ ચાલુ રહેવાનું છે. શાહરુખ ખાનનું કામ ગઈ કાલે પતી ગયું છે અને આર્યન આજે બૅકગ્રાઉન્ડ ઍક્ટર્સના ભાગનું શૂટિંગ પતાવશે.
ગઈ કાલના શૂટિંગમાં હાજર રહેલી એક વ્યક્તિએ પિતા-પુત્ર વચ્ચેની કેમિસ્ટ્રી વિશે કહ્યું હતું કે ‘આર્યન પોતાને શું જોઈએ છે એના વિશે બિલકુલ સ્પષ્ટ હોય છે અને શાહરુખ એ વાતનો આદર કરે છે. હું તારો પિતા છું અને મને વર્ષોનો અનુભવ છે એવો ઍટિટ્યુડ શાહરુખનો નથી હોતો.’