ઝોયા અખ્તર પણ આર્યનને તેની આગામી ‘આર્ચીઝ’ દ્વારા લૉન્ચ કરવા માગતી હતી
આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને કરણ જોહર અને ઝોયા અખ્તરની ફિલ્મોમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. શાહરુખ અને કરણ એક પરિવાર સમાન છે. એથી આર્યનને હીરો તરીકે કરણ લૉન્ચ કરવા માગતો હતો. કરણે આર્યનને ઑફર આપી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હોવાની ચર્ચા છે. કરણે વિચાર્યું કે તે હજી ઉંમરમાં નાનો છે. સમય પ્રમાણે તે પણ માની જશે. જોકે આર્યન સતત તેને ના પાડતો રહ્યો. બાદમાં જાણ થઈ કે તેને ઍક્ટિંગમાં ઇન્ટરેસ્ટ નથી. એથી કરણે તેને ઑફર આપવાનું બંધ કરી દીધું છે. કરણ જોહર જ નહીં, ઝોયા અખ્તર પણ આર્યનને તેની આગામી ‘આર્ચીઝ’ દ્વારા લૉન્ચ કરવા માગતી હતી. ઝોયાને પણ આર્યને ના પાડી દીધી. એથી એ ફિલ્મમાં આર્યનની નાની બહેન સુહાના ખાનને લેવામાં આવી છે. ઍક્ટિંગમાં ઇન્ટરેસ્ટ ન હોવાનું કારણ એ છે કે આર્યનને ફિલ્મમેકિંગમાં કરીઅર બનાવવી છે.