Aryan Khan Drugs Case : શાહરુખ ખાને જણાવ્યું કે દીકરાની અરેસ્ટ પછી પણ તે શા માટે ચુપ હતો
શાહરુખ ખાન દીકરા આર્યન સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- આર્યન ખાનની ધરપકડ મામલે શાહરુખ ખાને કહી દીધી આ મોટી વાત
- શાહરુખ ખાન દીકરાના ડ્રગ્સ કેસ મામલે પહેલીવાર બોલ્યો
- બાદશાહે પોતાના મુશ્કેલ સમયની પણ કરી વાત
બૉલિવૂડ (Bollywood)ના કિંગ ખાન (King Khan) કહેવાતા અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે વર્ષ ૨૦૨૩ સુપરહિટ રહ્યું છે. પણ આ પહેલા વર્ષ ૨૦૧૮ પછી કેટલાંક વર્ષો કિંગ ખાન માટે અંગત અને પ્રોફેશનલ જીવનમાં મુશ્કેલ રહ્યાં હતા. જે વિશે શાહરુખ ખાને જાહેરમાં વાત કરી છે. એટલું જ નહીં, કિંગ ખાને દીકરા આર્યન ખાન (Aryan Khan)ની ડ્રગ્સ કેસમાં ધરપકડ (Aryan Khan Drugs Case) વિશે પહેલીવાર કંઈક કહ્યું છે.