બાળકો વિશે જણાવ્યું કે તેઓ જો પોતાના મોબાઇલ સાથે રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ સુધી બહાર નથી આવતાં
અર્શદ વારસી
અર્શદ વારસીએ હાલમાં મોબાઇલ પાછળ ઘેલાં બનેલાં બાળકોને લઈને પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. તેણે તેનાં બાળકો વિશે જણાવ્યું કે તેઓ જો પોતાના મોબાઇલ સાથે રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ સુધી બહાર નથી આવતાં. મારિયા ગોરેટ્ટી સાથે ૧૯૯૯માં અર્શદે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. તેમનો ૧૯ વર્ષનો દીકરો અને ૧૭ વર્ષની દીકરી મોબાઇલમાં ખોવાયેલાં રહે છે. અર્શદને પૂછવામાં આવ્યું કે બાળકોની કઈ ટેવથી તને ગુસ્સો આવે છે? એના જવાબમાં અર્શદ કહે છે, ‘તેઓ જ્યારે પોતાને અમારાથી અળગાં કરી દે તો મને નથી ગમતું. આ નવી પેઢી સાથે આ જ સમસ્યા છે. અગાઉ આવું નહોતું થતું. તેમની લાઇફ તેમના ફોનની આજુબાજુ વીંટળાયેલી રહે છે. તેઓ જ્યારે તેમની રૂમમાં જાય તો બે-ત્રણ દિવસ બાદ જ બહાર આવે છે.’

