ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાનો છે
અર્શદ વારસી
અર્શદ વારસીએ જણાવ્યું કે સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ની ઑફર મને આજ સુધી નથી કરવામાં આવી. અગાઉ એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં અર્શદ વારસી અને શ્રેયસ તલપડે પણ જોવા મળવાના છે. હવે એવું સાંભળવા મળ્યું છે કે આ બન્નેને કાઢીને ફિલ્મમાં આયુષ શર્મા અને ઝહીર ઇકબાલની એન્ટ્રી થઈ છે. ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાનો છે. પોતાને રિપ્લેસ કરવામાં આવ્યો છે એ ન્યુઝ પર રીઍક્ટ કરતાં અર્શદ વારસીએ કહ્યું કે ‘તમને ખોટી માહિતી મળી છે. પહેલાં તો તમને જણાવી દઉં કે મને ‘કભી ઈદ કભી દિવાલી’ કદી ઑફર થઈ જ નહોતી.’
તો બીજી તરફ શ્રેયસે કહ્યું કે ‘હું એ વિશે ચર્ચા નથી કરવા માગતો. ફરહાદ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારી એટલી જ ઇચ્છા છે કે તે મારી સાથે કે મારા વગર જે ફિલ્મ બનાવે એ ધમાકેદાર બનાવે.’