સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ
અર્પિતા અને આયુષ
સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા ભલે બૉલીવુડની કોઈ ક્વીન નહીં હોય, પણ તે સલમાન ખાનની પ્રિય છે. સલમાન ખાન ઘણી વાર અર્પિતાના બાળકો આહિલ અને આયત સાથે સમય વિતાવે છે. અર્પિતા ભલે બૉલીવુડથી દૂર હોઈ શકે, પરંતુ કૅમેરાની નજર હંમેશા એના પર હોય છે. તાજેતરમાં અર્પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે દુબઈની એક રસ્ટોરન્ટમાં કાચની પ્લેટ્સ તોડતી નજર આવી રહી છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અર્પિતા તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટના ટેબલ પર બેઠી છે અને એક બાદ એક પ્લેટો તોડી રહી છે. પ્રશંસાની વાત એ છે કે આવું કરતી વખતે તે ગુસ્સામાં નથી, પરંતુ આ કામ તે ખૂબ આનંદથી કરી રહી છે. અન્ય એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અર્પિતા અને તેના મિત્રો પ્લેટ્સ તોડતી વખતે ડાન્સ પણ કરી રહ્યા છે. અર્પિતાનો આ વીડિયો વાઈરલ થતાંની જ સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે તે આવું શું કેમ કરી રહી છે.
ADVERTISEMENT
હકીકતમાં ગ્રીકની પ્રથા અનુસાર પ્લેટ તોડવાનો અર્થ એ છે કે અનિષ્ટથી દૂર રહેવું. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી નવું જીવન શરૂ કરવામાં ખલેલ પડતો નથી અને આગળ આવનારું જીવન શાંતિથી વીતે છે. દુબઈની ઘણી રેસ્ટોરાંમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. અર્પિતા પણ ખૂબ જ મનોરંજક સાથે એ જ પરંપરા અનુસાર પ્લેટ તોડી રહી છે. અર્પિતાનો વીડિયો એકદમ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ
View this post on Instagram
તમને જણાવી દઈએ કે તાજેતરમાં 18 નવેમ્બરના રોજ અર્પિતા ખાને તેના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી છે. અર્પિતા અને આયુષે 6 વર્ષ પહેલા 18 નવેમ્બર 2014 ના રોજ લગ્ન કર્યા હતા. વર્ષગાંઠ પ્રસંગે અર્પિતાએ આયુષ માટે એક ભાવનાત્મક પોસ્ટ પણ શૅર કરી હતી જેમાં તેણે આયુષને તેનો મિત્ર, ક્રશ અને પતિ કહ્યું હતું. અર્પિતા અને આયુષને બે સંતાનો, એક પુત્ર અને એક પુત્રી છે. અર્પિતા ઘણીવાર બન્ને બાળકોના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

