આ ફિલ્મ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ‘કબીર સિંહ’નું છે.
અરમાન મલિક
અરમાન મલિકે હાલમાં જ તેના ફૅન્સનો આભાર માન્યો છે. તેનું ગીત ‘પહલા પ્યાર’ સ્પૉટિફાય પર સો મિલ્યન વાર સ્ટ્રીમ થયું છે. આ ફિલ્મ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ‘કબીર સિંહ’નું છે. આ ફિલ્મના દરેક ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તેણે ઘણાં ગીત અને આલબમ આપ્યાં છે અને એમાંનાં ઘણાં ગીત હિટ રહ્યાં છે. જોકે આ તેનું પહેલું ગીત છે જે સ્પૉટિફાય પર સો મિલ્યન વાર સ્ટ્રીમ થઈ ચૂક્યું છે. આ વિશે અરમાન મલિકે ટ્વીટ કર્યું કે ‘મારું પહેલું ગીત જે સો મિલ્યન વાર સ્ટ્રીમ થયું. પહલા પ્યાર માટે હું ખૂબ આભારવશ અને ધન્યતા મહસૂસ કરી રહ્યો છું.’

