અર્જુન છેલ્લે કંગના રનોટની ‘ધાકડ’માં જોવા મળ્યો હતો, જે ફ્લૉપ રહી હતી.
અર્જુન રામપાલ
અર્જુન રામપાલ હવે સોનાક્ષી સિંહાના ભાઈ કુશ સિંહા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મમાં જોવા મળશે. અર્જુન છેલ્લે કંગના રનોટની ‘ધાકડ’માં જોવા મળ્યો હતો, જે ફ્લૉપ રહી હતી. કુશ જે ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે એ ફિલ્મનું નામ ‘નિકિતા રૉય ઍન્ડ બુક ઑફ ડાર્કનેસ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થયું છે, જેને વિકી ભગનાણી અને નિકી ભગનાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવવાની મને ખુશી છે, કારણ કે હું પરેશ રાવલ સાથે ફરી કામ કરી શકીશ. નિકી અને વિકીને મેં બાળક તરીકે જોયા હતા અને આજે તેઓ પ્રોડ્યુસર બની ગયા છે અને સિંહા-ફૅમિલી સાથે પણ મારા સારા સંબંધ છે. સોનાક્ષીને પણ એકદમ અલગ અવતારમાં જોવા હું આતુર છું.’