શાનનું તન્હા દિલ હજી પણ અર્જુન કપૂર સમય-સમય પર સાંભળે છે
અર્જુન કપૂર (File Photo)
અર્જુન કપૂરે હાલમાં જ જણાવ્યું હતું કે શાનનું ‘તન્હા દિલ’ તે આજે પણ સાંભળે છે. આ ગીત તેના પ્લે લિસ્ટમાં આજે પણ છે. ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના શો પર અર્જુન કપૂરે હાજરી આપી હતી. એ દરમ્યાન તેણે કહ્યું હતું કે તે સ્કૂલના દિવસોમાં ખૂબ જ મસ્તીખોર હતો. એના કારણે તેને સતત સ્કૂલ પણ બદલવી પડતી હતી. શાનના ‘તન્હા દિલ’ વિશે જણાવતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું જ્યારે મોટો થઈ રહ્યો હતો એ સમયે મારી સ્કૂલ બદલવાની જે સ્થિતિ હતી એમાંથી બહાર આવવામાં આ ગીતે મને ખૂબ મદદ કરી હતી. એ ગીત હતું શાનનું આઇકૉનિક ‘તન્હા દિલ’. આ ગીત ફ્રેન્ડશિપ પર આધારિત હતું અને આ ગીતે મને ભરપૂર પ્રેરણા આપી હતી. મને એ વિડિયો યાદ છે જેમાં શાન ઇયરફોન્સ લગાવીને ચાલી રહ્યો હોય છે અને પોતાની લાઇફની અનેક બાબતોને યાદ કરતો હોય છે. હું એમ વિચારતો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે મારી પાસે પણ આવું કોઈ ગીત હશે. એ ગીતમાં હું મારી લાઇફનાં એ અગત્યનાં પાસાંઓને યાદ કરતાં-કરતાં ચાલતો હોઈશ જેને હું ખૂબ પાછળ છોડી આવ્યો છું. આ અગાઉ મારી આ વાત શૅર કરવાનો મને કદી પણ ચાન્સ નથી મળ્યો. જોકે એ ગીત આજે પણ મારા પ્લે લિસ્ટમાં છે. એ ગીતને હું સમય-સમય પર સાંભળ્યા કરું છું. એથી શાન, ‘તન્હા દિલ’ ગીત આપવા માટે હું તમને થૅન્ક યુ કહેવા માગું છું.’
આ પણ વાંચોઃ હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર