૨૦૦૩માં આવેલી ‘કલ હો ના હો’માં અર્જુન કપૂરે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું
અર્જુન કપૂર
અર્જુન કપૂરે જણાવ્યું છે કે તે સૈફ અલી ખાનનો ફૅન છે. ૨૦૦૩માં આવેલી ‘કલ હો ના હો’માં અર્જુન કપૂરે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને જયા બચ્ચન પણ લીડ રોલમાં હતાં. હવે અર્જુન કપૂર અને સૈફ અલી ખાન એક સાથે ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. સૈફ અલી ખાનની પ્રશંસા કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી સૈફ અલી ખાનનો પ્રશંસક રહ્યો છું. હું જ્યારે નિખિલ અડવાણીને ‘કલ હો ના હો’માં અસિસ્ટ કરતો હતો ત્યારે હું તેમને સતત જોતો હતો. હું સૈફ અલી ખાનનો મોટો ફૅન છું. એથી તેમની સાથે કામ કરવાની તક મળતાં હું ખૂબ એક્સાઇટેડ છું.’

