Archana Puran Singh asks for free Dosa: અર્ચનાના પરિવારે નક્કી કર્યું હતું કે તેઓ બધા મુંબઈમાં તેમના મનપસંદ ઢોસા કૉર્નરની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ પોતાનો અનુભવ જણાવશે અને વિજેતા જાહેર કરશે.
પરિવાર સાથે અર્ચના ઢોસા ખાવા નીકળી હતી (અભિનેત્રીએ પોસ્ટ કરેલા વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)
ટીવી સેલેબ્રિટી અર્ચના પૂરણ સિંહના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ ઍક્ટિવ રહે છે, અને પોસ્ટ પણ કરે છે. અર્ચના ઘણીવાર તેના પરિવાર સાથે વીડિયો બ્લૉગ પણ શૅર કરે છે. જોકે તાજેતરમાં અર્ચનાનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તે તેના પતિ પરમીત સેઠી અને બે દીકરાઓ આર્યમન અને આયુષ્માન સાથે ઢોસા ખાવા જોવા મળી રહી છે. અર્ચનાના પરિવારે નક્કી કર્યું હતું કે તેઓ બધા મુંબઈમાં તેમના મનપસંદ ઢોસા કૉર્નરની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ પોતાનો અનુભવ જણાવશે અને વિજેતા જાહેર કરશે.
પરમીત પરિવારને તેના બાળપણના સ્થળ જુહુ બીચ પર લઈ જવા માગતો હતો, જ્યારે અર્ચના શિવ સાગરની મુલાકાત લેવા માગતી હતી અને તેમના દીકરાઓને ખાતરી હતી કે મીઠીબાઈ કૉલેજ અને અમર જ્યુસ કોર્નરના ઢોસા શહેરમાં બૅસ્ટ હોય છે. પરિવાર પહેલા મીઠીબાઈની બહાર એક સ્ટૉલ પર જાય છે, જ્યાં તેમણે મસાલા અને ચીલી પનીર ઢોસા ખાધા હતા. અર્ચનાએ ત્યાંનાં રસોઈયાને કહ્યું, `દીપક, મસાલા ઢોસામાં મરચું ન નાખ, નહીંતર હું તને નેપાળની ટિકિટ આપીને પાછો મોકલી દઈશ.`
ADVERTISEMENT
અર્ચના પૂરણ સિંહ અને પરિવાર ઢોસા ખાવા માટે બહાર ગયા હતા
આ પછી આખો પરિવાર શિવ સાગર ગયો, જ્યાંના ઢોસાના સ્વાદ દરેકને ખૂબ જ ગમ્યો હતો. તે પછી, તેઓ અમર જ્યુસ કૉર્નર ગયા, જ્યાં ઢોસા કરતાં સ્ટ્રોબેરી મિલ્કશેક વધુ પ્રખ્યાત હતું. અંતે, તેઓ જુહુ બીચ પર જાય છે, જેને પરમીતનો બાળપણનો પ્રેમ કહીં શકાય છે. તેને સ્ટૉલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી, પણ જ્યારે તેને સ્ટૉલ મળ્યો ત્યારે તે ખૂબ જ ખુશ થયો. તેણે પૂછ્યું કે બીજા લોકો મીઠો સાંભાર કેમ બનાવે છે? પરંતુ દુકાનના માલિકે તેને કહ્યું કે તેનો સાંભાર બિલકુલ મીઠો નથી.
અર્ચના પૂરણ સિંહે સૅલ્ફીના બદલામાં મફત ઢોસા માગ્યા હતા
આખો પરિવારે ઢોસા ખાવાની મજા માણી રહ્યા હતા ત્યારે અર્ચના સાથે ફોટા પડાવવા તેની આસપાસ લોકોની ભીડ જમા થઈ ગઈ. આ દરમિયાન અર્ચનાએ રસોઈયાને પૂછ્યું કે “શું તું સૅલ્ફીના બદલામાં મને ઢોસા મફતમાં આપીશ?” જોકે રસોઈયાએ આવું કરવાની ના પાડી. આ જવાબ સાંભળી અર્ચનાએ કહ્યું, “શું મારી સાથેની સૅલ્ફીની કિંમત ૧૦૦ રૂપિયાથી પણ ઓછી છે?” ટે બાદ કૂકે અર્ચનાને કીધું કે કે તે ખુશીથી તેની સાથે સૅલ્ફી લેશે પણ તેને પૈસાની પણ જરૂર છે. પછી અર્ચનાએ કહ્યું, `ચિંતા નહીં કરો, અમે તમારા પૈસા લઈને ભાગીશું નહીં.` અર્ચના, પરમીત અને તેમના દીકરાએ કહ્યું હતું કે અર્ચનાની ફેવરેટ દુકાનનો અનુભવ શ્રેષ્ઠ હતો.

