અરબાઝ ખાને તેનાં લગ્નનો એક ફોટો શૅર કર્યો છે એમાં તેનું સંપૂર્ણ ફૅમિલી જોવા મળી રહ્યું છે.
અરબાઝ ખાને દ્વારા શેર કરવામાં આવેલો લગ્નનો એક ફોટો
અરબાઝ ખાને તેનાં લગ્નનો એક ફોટો શૅર કર્યો છે એમાં તેનું સંપૂર્ણ ફૅમિલી જોવા મળી રહ્યું છે. તેણે મેકઅપ-આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યાં છે. તેઓ ‘પટના શુક્લા’ના સેટ પર પહેલી વાર મળ્યાં હતાં અને ત્યારથી તેમની વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. અરબાઝે અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યાં હતાં. આ ફોટોમાં સલમાન ખાન, સોહેલ ખાન, અર્પિતા ખાન, અલ્વિરા ખાન અગ્નિહોત્રી, આયુષ શર્મા અને અરહાન ખાન સાથે ઘણા લોકો જોવા મળી રહ્યા છે. આ ફોટો શૅર કરીને અરબાઝે કૅપ્શન આપી હતી, ‘એક ખુશ ફૅમિલી સ્વર્ગ જેવું હોય છે.’

